યુસુફ પઠાણે ભારત માટે 10 જૂન, 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે રમી હતી. પઠાણે ભારત માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે.

યુસુફ પઠાણે અંતે એ કરી બતાવ્યું જેને કોઈ આશા પણ રાખી ન હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર પશ્ચિમ બંગાળની બહરામપુરા સીટ પરથી લોકસભાની ચૂંટણી જીતી છે. યુસફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હાર આપી છે.

યુસુફ પઠાણે ભારત માટે 10 જૂન, 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ 18 માર્ચ 2012ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે રમી હતી. પઠાણે ભારત માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે.

યુસુફ પઠાણનો જન્મ ગુજરાતના બરોડામાં એક ગુજરાતી પઠાણ પરિવારમાં થયો હતો. તે ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણનો મોટો ભાઈ છે. યુસુફે મુંબઈની ફિઝિયોથેરાપિસ્ટ આફરીન સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્ર છે.

તૃણમૃણ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના બહરામપુરથી લોકસભા ચૂંટણી લડી હતી અને તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હાર આપી છે.

અધીર રંજન ચૌધરી 25 વર્ષ બાદ હાર મળી છે. આ વડોદરાના ખેલાડીએ કરી દેખાડ્યું છે. પઠાણની આ જીત બાદ તેના ચાહકો ખુબ જ ખુશ થયા છે. સાથે નાનો ભાઈ તેમજ પરિવારના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુસુફ પઠાણના રાજનીતિક કરિયરની આ પહેલી જીત છે પરંતુ આ પહેલા તે રમતના મેદાન પર કોઈ મોટી જીત મેળવી ચુક્યો છે.યુસફ 2007 ટી20 વર્લ્ડકપ, 2011 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો. આ સિવાય તે 2008માં આઈપીએલ જીતનારી રાજસ્થાન રોયલ્સની ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. 2012 અને 2014માં તેમણે કેકેઆરને ચેમ્પિયન બનાવી હતી.

Published On - 1:01 pm, Wed, 5 June 24