આ પાંચ ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના વિકેટ કિપરની રેસમાં સામેલ, જાણો કોના ચાન્સ છે વધુ
T20 વર્લ્ડ કપ શરૂ થવાને હજી પાંચ મહિના જેટલો સમય બાકી છે. છતાં આ સવાલ બધાના મનમાં ચાલી રહ્યો છે કે T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં કોને સ્થાન મળશે? ખાસ કરીને વિકેટ કીપરને લઈ જે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે, જે બાદ આ પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યો છે. પાંચ ખેલાડીઓ હાલમાં T20 વર્લ્ડ કપમાં ટીમમાં વિકેટ કીપરની રેસમાં સૌથી આગળ છે, જાણો એ પાંચ કોણ છે?
1 / 5
રિષભ પંત: એક વર્ષ પહેલા ગમખ્વાર કાર અકસ્માતમાં ઘાયલ થયેલ રિષભ પંતનું મેદાનમાં લાંબા સમય સુધી વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી. પરંતુ પંતે ખૂબ જ ઝડપી રિકવરી કરી વાપસીના સંકેત આપી દીધા છે. એવામાં જો પંત આગામી બે-ત્રણ મહિનામાં IPL અને ધરેલુ ક્રિકેટમાં સફળ કમબેક કરે છે તો તેના ચાન્સ વર્લ્ડ કપ ટીમમાં વાપસી માટે અન્ય વિકેટ કીપરો કરતા વધી જશે. પંતનો રેકોર્ડ પણ અન્ય કીપરો કરતા સારો અને શાનદાર રહ્યો છે.
2 / 5
ઈશાન કિશન: હાલમાં જે નામને લઈ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે ઈશાન કિશન. આફ્રિકા સિરીઝમાંથી બ્રેક લેનાર ઈશાનને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં તક મળી નથી. આ સિવાય તેને આફ્રિકામાં પ્લેઈંગ 11માં પણ સ્થાન ન મળ્યું. એવામાં તેનું વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શન થશે કે નહીં તે મોટો સવાલ છે. પરંતુ તેના છેલ્લા બે વર્ષના રેકોર્ડને નજરઅંદાજ કરી શકાય નહીં. એવામાં ઈશાન વર્લ્ડ કપ ટીમમાં વિકેટ કીપરની રેસમાં ચોક્કસથી સામેલ રહેશે. જોકે અંતિમ નિર્ણય તો કોચ, કેપ્ટન અને મેનેજમેન્ટનો જ રહેશે.
3 / 5
સંજુ સેમસન: લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા ફિક્સ કરવા પર્યટન કરી રહેલ સંજુ સેમસનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેનને અનેક વાર તક મળી છે પરંતુ તે લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. જોકે આફ્રિકા સિરીઝમાં સંજુએ સદી ફટકારી ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. એવામાં વર્લ્ડ કપ ટીમમાં સંજુનો દાવો વધુ મજબૂત બન્યો છે.
4 / 5
જીતેશ શર્મા: 30 વર્ષના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, એશિયન ગેમ્સ અને IPLમાં રેકોર્ડ દમદાર રહ્યો છે. તેને છેલ્લી કેટલીક સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. જેનો જીતેશે સારો ફાયદો ઉઠાવ્યો હતો અને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી બધાને પ્રભાવિત કર્યા હતા. જીતેશ વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની રેસમાં સામેલ છે અને તેનું સિલકેશન પણ થઈ શકે છે.
5 / 5
કેએલ રાહુલ: ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયામાં વિકેટ કીપર અને બેટ્સમેન બંને રોલમાં સફળ રહેલ કેએલ રાહુલ T20 વર્લ્ડ કપમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ચોક્કસથી BCCIની પહેલી પસંદ રહેશે. જોકે તે બેટિંગ પર વધુ ધ્યાન આપી શકે તે માટે ટીમ મેનેજમેન્ટ રાહુલની સાથે અન્ય એક કે બે સ્પેશિયાલિસ્ટ વિકેટ કીપરને ટીમમાં સામેલ કરી શકે છે.