
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લ્યુક પોમર્સબેકની મે 2012માં નવી દિલ્હીની એક હોટલમાં એક મહિલાની છેડતી અને તેના મંગેતર પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે ખેલાડી, જે તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમી રહ્યો હતો, તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પણ તેણે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો. બાદમાં કોર્ટની બહાર મામલો ઉકેલાયા બાદ તેની સામેના બધા આરોપો રદ્દ કરવામાં આવ્યા હતા.

IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે બે સિઝન રમનાર નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાને પર 2022માં 18 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં પોલીસે તાત્કાલિક તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ પછી તેને જેલની સજા પણ ભોગવવી પડી. જોકે, તેને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબા ટ્રાયલ પછી, જાન્યુઆરી 2024માં, કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને 8 વર્ષની જેલની સજા ફટકારી. ત્યારબાદ લામિછાનેએ નિર્ણય સામે અપીલ કરી અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. (All Photo Credit : PTI / X)
Published On - 4:25 pm, Sat, 3 May 25