
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ હેઝલવુડ છે. જોશ હેઝલવુડને હિપમાં ઈજા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થનારા ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે ઓલરાઉન્ડર મિશેલ માર્શ. માર્શને પણ ઈજા થઈ છે જેના કારણે તેને ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદગી થયા બાદ અચાનક માર્કસ સ્ટોઈનિસે વનડેમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી જેથી હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે.

દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર એનરિચ નોર્કિયા ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયા છે.

આફ્રિકાનો વધુ એક ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટ્ઝ પણ હેમસ્ટ્રિંગમાં દુખાવો હોવાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થનારા ખેલાડીઓની યાદીમાં 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર અલ્લાહ ગઝનફરનું નામ પણ સામેલ થયું છે. ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

ઈંગ્લેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર જેકબ બેથેલને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ભારત સામેની પહેલી વનડેમાં તેને આ ઈજા થઈ હતી.

પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન સેમ અયુબ પણ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પગની ઘૂંટીની ઈજાને કારણે તેની ટીમમાં પસંદગી થઈ ન હતી. (All Photo Credit : ESPN / GETTY / PTI)