
IPLમાં કેએલ રાહુલે 13 મેચમાં 539 રન બનાવ્યા હતા. જોકે, તેણે 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 રમી હતી અને ત્યારથી યુવા અને આક્રમક ટોપ ઓર્ડર બેટ્સમેનોને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એવામાં રાહુલને એશિયા કપમાં ટીમમાં સ્થાન લગભગ નહીં મળે.

ઓપનર યશસ્વી જયસ્વાલે IPLમાં 159.71ના સ્ટ્રાઈક રેટથી 559 રન બનાવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. એવામાં યશસ્વીનું સિલેક્શન મુશ્કેલ છે.

શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતા કપ્તાની અને બેટિંગ બંનેમાં ધમાલ મચાવી હતી. જોકે, શ્રેયસ અય્યરનું એશિયા કપમાં રમવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. કારણ કે ભારતના મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર, તિલક, દુબે, હાર્દિક અને રિંકુનું સ્થાન નક્કી છે. આવી સ્થિતિમાં, અય્યરની તક મળવી મુશ્કેલ છે.

સાઈ સુદર્શને IPL 2025માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સુદર્શન ઓપનિંગ અથવા ત્રીજા ક્રમે બેટિંગ કરે છે. T20 ફોર્મેટમાં, ફક્ત અનુભવી ખેલાડીને જ ત્રીજા નંબર પર તક આપવામાં આવશે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એક નંબર પર રમી શકે છે અને આવી સ્થિતિમાં સુદર્શને પોતાના વારાની રાહ જોવી પડશે.

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો અને તેના વર્કલોડ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેણે IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી જેમાં બુમરાહ ફક્ત ત્રણ મેચમાં ભાગ લીધો હતો. તેને એશિયા કપમાં આરામ આપી શકાય છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 10:00 pm, Fri, 15 August 25