18.5 મી ઓવરમાં, આશુતોષ શર્માએ પ્રિન્સ યાદવની બોલિંગ પર લોંગ ઓફ પર શાનદાર સિક્સર ફટકારી. સંઘર્ષ છતાં, આશુતોષે ટીમને વિજય તરફ દોરી.
કુલદીપ યાદવ 18.3 ઓવરમાં રન આઉટ થયો. પ્રિન્સ યાદવે બોલ પકડ્યો અને સીધો સ્ટમ્પ પર ફટકાર્યો, જેનાથી કુલદીપ આઉટ થયો.
આશુતોષે છેલ્લી ઓવરમાં ઉત્તમ શોટ રમ્યા અને દિલ્હી કેપિટલ્સને રોમાંચક વિજય અપાવ્યો. છેલ્લા બોલમાં સંઘર્ષ કરવા સાથે તેણે મેચનું પાસું પલટી નાખ્યું.
20 મી ઓવરના પહેલા બોલ પર મોહિત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ત્યારે કેપ્ટન રિષભ પંતે સ્ટમપિન્ગ મિસ કર્યું. જે આખી મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવામાં આવે. કારણ કે આ બાદ મોહિતે બીજા બોલે એક રન લીધો અને આશુતોષ ની સ્ટ્રાઈક આવી અને તે પહેલેથી ફોર્મમાં હોવાને કારણે 6 ફટકારી
19.3 ઓવરમાં આશુતોષે શાહબાઝના બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીને 1 વિકેટથી શાનદાર જીત અપાવી. આ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી. (All Image- BCCI)