
આ સફળતા પછી કે.એસ. વિશ્વનાથન, જેઓ બોર્ડના ઠરાવ પછી CSKCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. તેઓ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાનારી કંપનીની 10મી વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે. તેમના નેતૃત્વ હેઠળ, CSK IPL ઈતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બની છે.

કંપનીના નિવેદન અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટાઈટલ જીત્યા છે, 10 ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને 12 વખત પ્લેઓફ સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું છે. CSKએ 2010, 2011, 2018, 2021 અને 2023માં IPL ફાઈનલ જીતી છે. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમનું નેતૃત્વ કર્યું છે.
Published On - 9:46 pm, Fri, 6 September 24