
ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર અને તેની પત્ની મિતાલી એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. બંને સ્કૂલ ફ્રેન્ડ્સ હતા અને બંનેની મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ.

તે સમયે બંનેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તેમનું જીવન કઈ દિશામાં જશે, એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરફ આગળ વઘશે અને એક બિઝનેસ તરફ.

વર્ષો સુધી ડેટ કર્યા બાદ શાર્દુલે નવેમ્બર 2021માં મુંબઈમાં એક સગાઈ સમારોહ દરમિયાન મિતાલીને પ્રપોઝ કર્યું. બે વર્ષ પછી, 27 ફેબ્રુઆરી, 2023ના રોજ શાર્દુલ અને મિતાલીએ લગ્ન કર્યા.

બી.કોમ. ગ્રેજ્યુએટ મિતાલીએ બિઝનેસ વર્લ્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં મિતાલીએ કંપની સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી, પરંતુ બાદમાં બેકરી બિઝનેસના સપનાને ફોલો કરવાનું શરૂ કર્યું.

મિતાલીએ એક સ્મોલ સ્ટાર્ટઅપથી બેકરીની શરૂઆત કરી અને આજે આ સ્મોલ સ્ટાર્ટઅપ હવે કરોડોની કિંમતની બેકરી બિઝનેસમાં ફેરવાઈ ગઈ છે.

મિતાલીના પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે, પરંતુ મિતાલીએ તેની મહેનત અને મહત્વાકાંક્ષાઓથી આ સફર શરૂ કરી છે. પ્રોફેશનલ અને પર્સનલ બાબતોને બેલેન્સ કરીને આજે તે પોતાનું સ્ટાર્ટઅપ સ્વતંત્ર રીતે ચલાવે છે.

શાર્દુલની કારકિર્દી સ્ટેડિયમ અને સ્કોરબોર્ડની આસપાસ ફરે છે, પરંતુ ક્રિકેટ સ્પોટલાઈટથી દૂર મિતાલી સાથેની તેની પર્સનલ પાર્ટનરશિપ તેના જીવનની સૌથી નિર્ણાયક ઈનિંગ્સમાંની એક છે. (All Photo Credit : Instagram)