
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પંત પણ ખૂબ પ્રખ્યાત છે. ફોટા જોઈને તમે પણ કહેશો કે તે સુંદરતાના મામલે કરીના અને કેટરિનાને પણ પાછળ છોડે છે.

રિષભ પંતની મોટી બહેનનું નામ સાક્ષી પંત છે. તેનો જન્મ 24 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. તે પંત કરતા 2 વર્ષ મોટી છે. સાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 116Kથી વધુ ફોલોઅર્સ છે,

19 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઋષભ પંતે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે માત્ર ચાર વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રિષભ પંતે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 મેચ રમી ચૂક્યો છે. પંતે ટેસ્ટમાં 2271 રન, વનડેમાં 865 રન અને ટી20માં 987 રન બનાવ્યા છે. રિષભ પંતની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે. જોકે તેનું નામ લાંબા સમયથી ઉર્વશી રૌતેલા સાથે જોડાયેલું છે.જે તેની ગર્લફ્રેન્ડ છે. ઈશા, કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી, ઈન્ટીરીયર ડીઝાઈનર છે અને નોઈડામાં રહે છે.

30 ડિસેમ્બર, 2022ના રોજ પંતની કારને દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ અને ક્રિકેટના વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે. જેને જોઈ કહી શકાય કે, ટુંક સમયમાં પંત ક્રિકેટના મેદાન પર પાછો જોવા મળશે.
Published On - 9:02 am, Wed, 4 October 23