IND vs ENG : ઈંગ્લેન્ડ જતી આ ભારતીય ટીમમાં 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી ધનિક ખેલાડી, જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે?
IPL બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જેના માટે સિનિયર અને અંડર 19 ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે IPLમાં ધમાલ મચાવનાર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની પણ ભારતની અંડર 19 ટીમમાં પસંદગી થઈ છે. IPLમાં સફળતા બાદ ચોક્કસથી વૈભવ અન્ય તમામ યુવા ખેલાડીઓથી વધુ લોકપ્રિય છે, સાથે જ તે આ ટીમનો સૌથી અમીર ખેલાડી પણ છે.