Champions Trophy : 4 માર્ચે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા કોની સામે રમશે? 25000 દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં યોજાશે મેચ

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. 4 માર્ચે ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ રમાશે. જેમાં ભારત સામે કઈ ટીમ હશે એ હજી નક્કી થયું નથી. જાણો કઈ ટીમ સેમીફાઈનલમાં ભારત સામે ટકરાઈ શકે છે.

| Updated on: Feb 25, 2025 | 10:30 PM
4 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફોર્મેટ મુજબ 4 માર્ચે રમાનારી પ્રથમ સેમીફાઈનલમાં ભારત ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમનો સામનો કરશે. ગ્રુપ B ની બે સેમીફાઈનલ ટીમો હજુ નક્કી થઈ નથી. પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે, પરંતુ અત્યાર સુધી આ બધી ટીમો ફક્ત 1-1 મેચ રમી છે. તો જોવાનું એ રહે છે કે ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ટોપ 2 માં સ્થાન મેળવે છે. ત્યાં જે ટીમ નંબર 2 પર રહેશે તે 4 માર્ચે દુબઈમાં ટીમ ઈન્ડિયા સામે સેમીફાઈનલ રમશે.

5 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલ 5 માર્ચે રમાશે, જેમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ સાથે થશે. આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 10:29 pm, Tue, 25 February 25