
સચિન બાદ સૌથી વધુ વનડે રમાનાર ભારતીય ક્રિકેટર છે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. ધોનીએ કુલ 347 વનડે રમી હતી. વનડે ફોર્મેટમાં તેણે 9 સદીની મદદથી 10599 રન બનાવ્યા હતા.

સચિન-ધોની બાદ રાહુલ દ્રવિડ ભારત માટે સૌથી વધુ વનડે રમનાર ત્રીજો ખેલાડી છે. દ્રવિડે 340 મેચોમાં 12 સદીની મદદથી 10768 રન બનાવ્યા હતા.

ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે તરફથી સૌથી વધુ વનડે રમનાર ચોથો ખેલાડી છે. અઝહરુદ્દીને 334 વનડે મેચોમાં સાત સદીની મદદથી 9378 રન બનાવ્યા હતા.

સૌરવ ગાંગુલી ભારત માટે સૌથી વધુ વનડે રમનાર પાંચમો ખેલાડી છે. ગાંગુલીએ 308 મેચમાં 22 સદી સહિત 11221 રન બનાવ્યા હતા.

ભારત માટે સૌથી વધુ વનડે રમનાર છઠ્ઠો ખેલાડી છે યુવરાજ સિંહ. યુવરાજે 301 મેચ રમી હતી જેમાં 14 સદીની મદદથી યુવરાજે 8609 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)