IND vs PAK: રન મશીન વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ, ODIમાં સૌથી ઝડપી 14000 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. પાકિસ્તાન સામે 15 રન બનાવતાની સાથે જ તે એક ખાસ યાદીમાં જોડાઈ ગયો, જેમાં અત્યાર સુધી સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ સામેલ હતું.

| Updated on: Feb 23, 2025 | 8:36 PM
4 / 5
ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન વનડેમાં પોતાના 14000 રન પૂરા કર્યા હતા. સચિને 6 ફેબ્રુઆરી 2006ના રોજ પેશાવરમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે, વિરાટ કોહલીએ દુબઈમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે.

5 / 5
વિરાટ કોહલી ODI ફોર્મેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. તેણે આ ફોર્મેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 50 સદી ફટકારી છે. આ યાદીમાં પણ તેણે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા હતા. સચિન તેંડુલકરે પોતાની વનડે કારકિર્દી દરમિયાન 49 સદી ફટકારી હતી. (All Photo Credit : PTI / X)