
તમને જણાવી દઈએ કે, રોહિત શર્માનો આ રેકોર્ડ તોડવો ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે તેણે આ સિદ્ધિ એવા સમયે મેળવી છે જ્યારે ODI ક્રિકેટમાં રન બનાવવાનું દબાણ ઘણું વધી ગયું છે.

આ મેચમાં રોહિત શર્મા મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. તેણે 15 બોલનો સામનો કર્યો અને 133.33ના સ્ટ્રાઈક રેટથી 20 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 1 છગ્ગો જોવા મળ્યો. પરંતુ તે આ શરૂઆતનો વધુ ફાયદો ઉઠાવી શક્યો નહીં અને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો. શાહીન આફ્રિદીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. (All Photo Credit : PTI / X)