IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર

રવિવાર 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને આ ચિંતાજનક સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર થઈ ગયો છે, જેના કારણે હવે પાકિસ્તાન સામેની મેચના દિવસે ટીમ ઈન્ડિયા પાસે ફક્ત એક જ વિકેટકીપર હશે.

| Updated on: Feb 22, 2025 | 7:26 PM
4 / 6
હવે બધાની નજર તેના પર છે કે રવિવારની મેચ પહેલા પંત ફિટ થઈ શકશે કે નહીં. જોકે, પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર કોઈ અસર કરશે નહીં, કારણ કે આ મેચમાં પણ તેના માટે રમવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ માટે કેએલ રાહુલને પોતાના પહેલા વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ રાહુલ જ ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર હતો. આવી સ્થિતિમાં પંતને બીજી મેચમાં પણ સ્થાન મળવાનું નહોતું.

5 / 6
આમ છતાં પંતનું બીમાર પડવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે જો મેચ પહેલા અથવા દરમિયાન રાહુલને કંઈક થાય અને પંત પણ ફિટ ન રહે, તો ટીમ ઈન્ડિયાને વિકેટકીપર પસંદ કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે. આ બે સિવાય ભારતીય ટીમમાં ત્રીજો મુખ્ય વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આશા રાખશે કે રાહુલ સંપૂર્ણપણે ફિટ રહે, સાથે જ પંત ​​પણ શક્ય તેટલી વહેલી તકે તાવમાંથી સ્વસ્થ થઈ જાય.

6 / 6
મેચની વાત કરીએ તો, 2023ના વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર છે, જ્યારે એશિયા કપ 2018 પછી તેઓ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી વાર આ ફોર્મેટમાં ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા હેટ્રિક પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. (All Photo Credit : PTI / GETTY)