
બાંગ્લાદેશ સામેની મેચમાં હર્ષિત રાણા અને મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી. શમીએ પાંચ વિકેટ લીધી જ્યારે રાણાએ ત્રણ વિકેટ લીધી. આવી સ્થિતિમાં, ફરી એકવાર પાકિસ્તાન સામે ઝડપી બોલિંગની જવાબદારી આ બંનેના ખભા પર રહેશે. જ્યારે કુલદીપ યાદવનું રમવું પણ નિશ્ચિત છે. કુલદીપને બાંગ્લાદેશ સામે કોઈ વિકેટ મળી ન હતી, છતાં તેણે માત્ર 4.30ના ઈકોનોમીથી રન આપ્યા હતા.

પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. (All Photo Credit : PTI / GETTY)
Published On - 5:46 pm, Sat, 22 February 25