
ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે અને આ મેચનો ટોસ ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યે થશે અને બપોરે 2.30 વાગ્યાથી બંને ટીમો મેચ રમવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. જો તમે પણ ભારતીય ક્રિકેટ ટીમના ચાહક છો તો તમારી ટીમનો ઉત્સાહ વધારવાનું ચૂકશો નહીં.

BCCIએ જિયોને ઓનલાઈન ક્રિકેટ મેચોના પ્રસારણના અધિકારો આપ્યા છે અને તાજેતરમાં જિયોએ હોટસ્ટાર ખરીદ્યું છે અને તેનું નામ બદલીને જિયો હોટસ્ટાર રાખ્યું છે. આવી સ્થિતિમાં, Jio સિમનો ઉપયોગ કરતા યુઝર્સ Jio Hotstar પર ભારત-પાકિસ્તાન મેચ સરળતાથી મફતમાં જોઈ શકે છે. (All Photo Credit : PTI / X)