
પરંતુ માત્ર રોહિતે ભૂલ કરી નહીં, હાર્દિકે ટીમને પણ નિરાશ કર્યા હતા. બાંગ્લાદેશ ઈનિંગની 20મી ઓવરમાં કુલદીપ યાદવના પાંચમા બોલ પર તૌહીદે સીધો મિડ-ઓફ તરફ શોટ રમ્યો. પરંતુ ત્યાં હાજર હાર્દિકે હાથમાં આવેલો સીધો કેચ છોડી દીધો. તે સમયે તૌહીદ ફક્ત 23 રન પર હતો, જ્યારે બાંગ્લાદેશનો સ્કોર ફક્ત 78 રન હતો.

આ બંને બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાને આ ભૂલ માટે સજા આપી અને 154 રનની અદ્ભુત ભાગીદારી સાથે, તેમણે બાંગ્લાદેશને સંભાળ્યું અને તેને 228 રનના મેચ લાયક સ્કોર સુધી પહોંચાડ્યું. ઝાકિર અલી જેનો કેચ રોહિતે છોડ્યો હતો તેણે 68 રન બનાવ્યા, જ્યારે તૌહીદે 100 રન બનાવીને તેની ODI કારકિર્દીની પહેલી સદી ફટકારી.

આ 154 રન સાથે, ઝાકિર અલી અને તૌહીદ હૃદયોએ ચેમ્પિયન્સ ટ્રોફીનો 19 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં છઠ્ઠી કે ત્યારબાદની વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો આ એક નવો રેકોર્ડ છે. બંને ખેલાડીઓએ 2006માં દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર અને જસ્ટિન કેમ્પ દ્વારા બનાવેલા 131 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો.

આ ઈનિંગમાં ઝાકિરે શાનદાર 68 રન બનાવ્યા, જ્યારે તૌહીદે તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. તે 100 રન બનાવીને આઉટ થયો હતો. (All Photo Credit : PTI / GETTY / X)