
ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચ માટે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. મેથ્યુ શોર્ટની જગ્યાએ કૂપર કોનોલીનો સમાવેશ કર્યો છે, જ્યારે સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ તનવીર સંઘાનો સમાવેશ કર્યો છે. ભારતીય ટીમે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આનો અર્થ એ થયો કે ટીમ આ મેચમાં પણ ચાર સ્પિનરો સાથે રમશે.

ઓસ્ટ્રેલિયા સામેની નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમશે. સોમવારે મુંબઈના દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકરનું નિધન થયું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રથમ સેમિફાઇનલ માટે બંન્ને ટીમ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ રમાઈ રહી છે. દુબઈમાં રમાઈ રહેલી આ મેચ જે જીતશે તેને ફાઇનલની ટિકિટ મળશે.

ભારતની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો,રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી છે.