CCL 2023 : આજથી ગ્લેમરથી ભરેલી સેલિબ્રિટી ક્રિકેટ લીગનો થશે પ્રારંભ, જાણો પ્રથમ દિવસનું શેડ્યૂલ
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગની નવી સિઝન શરૂ થઈ રહી છે.. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે.લીગની શરૂઆત 2010માં હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરી દ્વારા કરવામાં આવી હતી.
આજથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગની નવી સિઝન શરૂ થઈ રહી છે.. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે.લીગની શરૂઆત 2010માં હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરી દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સીઝન 2011માં રમાઈ હતી જેમાં ચાર ટીમો ચેન્નાઈ રાઈનોઝ, તેલુગુ વોરિયર્સ, મુંબઈ હીરોઝ અને કર્ણાટક બુલડોઝર્સે ભાગ લીધો હતો.ટૂંકમાં આજથી ગ્લેમરથી ભરેલી સેલિબ્રિટી ક્રિકેટ લીગનો પ્રારંભ થશે.
આજના દિવસની બંને મેચ રાયપુરમાં રમાશે. આજે પ્રથમ મેચ બંગાળ ટાઈગર્સ vs કર્ણાટક બુલડોઝર્સ વચ્ચે અને બીજી મેચ ચેન્નાઈ રાઈનોસ vs મુંબઈ હીરોઝ વચ્ચે રમાશે. ચાલો જાણીએ સેલિબ્રિટી ક્રિકેટ લીગની વધુ માહિતી અને ચારેય ટીમના ખેલાડીઓ વિશે.
India’s biggest sportainment event Celebrity Cricket League [#CCL] – with 8 teams from across 8 languages – starts 18 Feb 2023. Congratulations n best wishes to all the teams n man behind this @vishinduri @ccl 👏👏👏👏👏 #CCL2023#CCLStarting18thFeb pic.twitter.com/h7edmtUQzw
— Kapil Sharma (@KapilSharmaK9) February 14, 2023
આજે 18 ફેબ્રુઆરીના રોજ રમાશે આ 2 મેચ
1 મેચ : બંગાળ ટાઈગર્સ vs કર્ણાટક બુલડોઝર્સ શનિ, ફેબ્રુઆરી 18, બપોરે 2.30 PM થી 6.30 PM
બંગાળ ટાઈગર્સ : ઉદય, ઈન્દ્રશીશ, મોહન, સુમન, યુસુફ, જીતુ કમલ, જૈમી, રત્નાદિપ ઘોષ, આનંદ ચૌધરી, સેન્ડી, આદિત્ય રોય બેનર્જી, અરમાન અહેમદ, મંટી, રાહુલ મઝુમદાર, ગૌરવ ચક્રવર્તી, બોની અને સૌરવ દાસ, જોય, જો.
કેરળ સ્ટ્રાઈકર્સ : કુંચકો બોબન, આસિફ અલી, રાજીવ પિલ્લઈ, ઉન્ની મુકુંદમ, અર્જુન નંદકુમાર, ઈન્દ્રજિત સુકુમારન, સિદ્ધાર્થ મેનન, મણિકુટ્ટન, વિજય યેસુદાસ, શફીક રહેમાન, વિવેક ગોપન, સઈજુ કુરુપ, વિનુ મોહન, નિખિલ કે મેનન, પ્રજોદ કલાભવન, જીવન પૌલ, એન. લાલ, સંજુ શિવરામ, સિજુ વિલ્સન અને પ્રશાંત એલેક્ઝાન્ડર.
2જી મેચ : ચેન્નાઈ રાઈનોસ vs મુંબઈ હીરોઝ શનિ, ફેબ્રુઆરી 18, સાંજે 7.00 PM થી 11.00 PM
ચેન્નાઈ રાઈનોસ : આર્ય, વિષ્ણુ વિશાલ, જીવા, વિક્રાંત, શાંતનુ, પૃથ્વી, અશોક સેલવાન, કલાઈ અરાસન, મિર્ચી શિવ, ભરત નિવાસ, રમણ, સત્ય, દશરથન, શરણ, આધવ અને બાલાસરવનન.
મુંબઈ હીરોઝ : સુનીલ શેટ્ટી, આફતાબ શિવદાસાની, સોહેલ ખાન, બોબી દેઓલ, જય ભાનુશાલી, સાકિબ સલીમ, શબીર અહલુવાલિયા, રાજા ભેરવાની, શરદ કેલકર, અપૂર્વ લાખિયા, સમીર કોચર, સિદ્ધાંત મુલે, માધવ દેવચાકે, ફ્રેડી દારુવાલા, વત્સલ રાજેશ શેઠ, વત્સલ રાજેશ, અપૂર્વ લાખિયા , નિશાંત દહિયા, નવદીપ તોમર, સંદીપ જુવાટકર, જતીન સરના, અને અમિત સિઆલ.
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023નું સંપૂર્ણ શેડયૂલ
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023ની કેટલી ટીમ છે અને કેપ્ટન કોણ છે ?
- બંગાળ ટાઈગર્સ – કેપ્ટન જીશુ
- ભોજપુરી દબંગ્સ – કેપ્ટન મનોજ તિવારી
- ચેન્નાઈ રાઈનોઝ – કેપ્ટન આર્ય
- કર્ણાટક બુલડોઝર્સ – કેપ્ટન સુદીપ
- કેરળ સ્ટ્રાઈકર્સ – કેપ્ટન કુનચાકો બોબન
- મુંબઈ હીરોઝ – કેપ્ટન રિતેશ દેશમુખ
- પંજાબ ડીશેર – કેપ્ટન સોનુ સૂદ
- તેલુગુ વોરિયર્સ – કેપ્ટન અખિલ અક્કીનેની
ગત સિઝનમાં જ્યાં કેરળ સ્ટ્રાઈકર્સ અને બંગાળ ટાઈગર્સની ટીમો સામેલ હતી, આ વખતે વધુ બે નવી ટીમો વીર મરાઠી અને ભોજપુરી દબંગ પણ લીગમાં ભાગ લઈ રહી છે. બોલ્ડ અને સુંદર બિપાસા બાસુ અને કાજલ અગ્રવાલને આ સિઝનમાં લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા છે.ગત સિઝનમાં ચેન્નાઈ રાઈનોસે કર્ણાટક બુલડોઝર્સને માત્ર એક રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.