Virat Kohli : કમાણીના મામલે વિરાટ કોહલી સૌથી આગળ, શાહરુખ-સચિન-ધોનીને પાછળ છોડ્યા

ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. તે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને બ્રાન્ડ વેલ્યુએશનની યાદીમાં ટોચ પર છે. સચિન તેંડુલકર આ યાદીમાં પાંચમા ક્રમે છે. વિરાટ કોહલીએ IPL2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં રમશે. આમ છતાં, તે જાહેરાતની દુનિયામાં ટોપ પર છે.

| Updated on: Sep 25, 2025 | 4:36 PM
4 / 11
કોહલી તેના સોશિયલ મીડિયા ફોલોવર્સ અને કોલાબોરેશનના કારણે 2048 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી છે. કોહલીના સોશિયલ મીડિયા પર આશરે 387 મિલિયન ફોલોઅર્સ છે.

5 / 11
2023ની સરખામણીમાં 2024 માં કોહલીની જાહેરાત ફીમાં ખાસ વધારો થયો નથી. કોહલીની જાહેરાત ફી 10 થી 11 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. છતાં તે ટોપ પર છે.

6 / 11
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ 170.7 મિલિયન ડોલર (આશરે 1512 કરોડ રૂપિયા) ની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા નંબરે છે. જોકે, આ વખતે તેની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો છે.

7 / 11
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેની બ્રાન્ડ વેલ્યુ 21 ટકા વધીને 145.7 મિલિયન ડોલર (આશરે 1291 કરોડ રૂપિયા) થઈ ગઈ છે.

8 / 11
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ચોથા સ્થાને છે, જે 116.4 મિલિયન ડોલર (આશરે 1031 કરોડ રૂપિયા) ની વેલ્યુએશન સાથે સૌથી મુલ્યવાન મહિલા સેલિબ્રિટી છે.

9 / 11
આ વર્ષે સચિન તેંડુલકરની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થયો છે. 2023માં તે આઠમા ક્રમે હતો, પરંતુ આ વખતે તે ટોચ 5 માં છે. તેનું બ્રાન્ડ વેલ્યુએશન $112.2 મિલિયન (આશરે રૂ. 994 કરોડ) છે. સચિનના સોશિયલ મીડિયા ફોલોવર્સમાં પણ 5 ટકાનો વધારો થયો છે.

10 / 11
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ યાદીમાં ટોચના 10માં સામેલ છે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચુક્યો છે અને હવે માત્ર IPLમાં જ રમે છે.

11 / 11
ભારતના ટોચના 25 સેલિબ્રિટીઝના કુલ બ્રાન્ડ મૂલ્યમાં બોલિવૂડ સ્ટાર્સનો હિસ્સો 65 ટકા છે, જ્યારે સ્પોર્ટ્સ સ્ટાર્સનો હિસ્સો 28.4 ટકા છે. (All Photo Credit : PTI / GETTY)