Breaking News : RCB થી CSK સુધી, 10 ટીમોના 10 નવા ખેલાડીઓ, જે તેમની ફ્રેન્ચાઈઝીનું નસીબ બદલી નાખશે

ગયા સિઝન પછી બધી 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમની ટીમમાં કેટલાક ફેરફારો કર્યા અને કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કર્યો. પરંતુ આ વખતે કઈ ટીમમાંથી કયો નવો ખેલાડી છાપ છોડી શકે છે તે એક પ્રશ્ન રહે છે. આ રિપોર્ટમાં આવા 10 ખેલાડીઓ વિશે જાણો.

| Updated on: Mar 19, 2026 | 8:46 PM
1 / 11
2026 ની IPL સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 19 મી સિઝનની પહેલી મેચ 28 માર્ચ, શનિવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે, અને ચેમ્પિયન ટીમનો નિર્ણય 31 મેના રોજ ફાઈનલમાં થશે. આ સિઝનમાં દરેક ટીમમાં અનેક નવા ખેલાડીઓ સામેલ થયા છે, જેમાંથી કોણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચાલો જાણીએ.

2 / 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ ઘણા નવા ખેલાડીઓ ખરીદ્યા ન હતા, પરંતુ એક નામ જેણે ધ્યાન ખેંચ્યું છે તે છે વેંકટેશ અય્યર. ગયા સિઝનમાં, RCB એ લગભગ 23 કરોડ રૂપિયાની બોલી લગાવ્યા પછી પીછેહઠ કરી હતી. જોકે, KKR માટે અય્યરની સિઝન સારી રહી ન હતી, અને તેથી RCB એ ફરી બોલી લાગવી ટીમમાં સામલે કર્યો, જે ટીમના મધ્યમ ક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

3 / 11
ચેન્નાઈ સુપર કિંગ્સ: છેલ્લા બે સિઝનમાં નિષ્ફળ રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે આ વખતે તેની બેટિંગને મજબૂત બનાવવા માટે કેટલાક નવા ખેલાડીઓની પસંદગી કરી છે. પ્રશાંત વીર અને કાર્તિક શર્મા જેવા સ્થાનિક ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જોકે, ટીમ માટે સૌથી અસરકારક ખેલાડી સંજુ સેમસન હોઈ શકે છે. સેમસન પહેલીવાર CSK માટે રમશે, અને T20 વર્લ્ડ કપમાં તેણે જે ફોર્મ દર્શાવ્યું હતું તેનાથી CSKની આશાઓ વધી ગઈ હશે.

4 / 11
સનરાઈઝર્સ હૈદરાબાદ: સનરાઈઝર્સ હૈદરાબાદમાં ફરી એકવાર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટ્સમેન રમશે. જોકે, ધ્યાન સ્મરણ રવિચંદ્રન પર રહેશે, જેણે તાજેતરના મહિનાઓમાં સ્થાનિક ક્રિકેટના દરેક ફોર્મેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. આ વખતે તેને SRH બેટિંગ લાઈનઅપમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે અને તે પોતાની વિસ્ફોટક બેટિંગથી મેચનું પરિણામ બદલી શકે છે.

5 / 11
રાજસ્થાન રોયલ્સ: રાજસ્થાન રોયલ્સમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને જોફ્રા આર્ચર મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. જોકે, સ્પિનર ​​રવિ બિશ્નોઈ આ ટીમનો મેચ વિનર સાબિત થઈ શકે છે. ગયા સિઝનમાં રાજસ્થાન પાસે સારા સ્પિનરનો અભાવ હતો, હવે બિશ્નોઈના ટીમમાં સામેલ થવાથી ટીમ નવી લાઇનઅપ સાથે ધમાલ મચાવશે.

6 / 11
ગુજરાત ટાઈટન્સ: શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સ પાસે ફરી એકવાર એક સેટ પ્લેઈંગ ઈલેવન હોય તેવું લાગે છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર જેસન હોલ્ડર મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતે હોલ્ડર માટે ₹7 કરોડ ખર્ચ્યા છે, અને જો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે, તો તે બેટિંગમાં ફિનિશર અને બોલિંગમાં નવા બોલથી વિકેટ લેઈ ટીમની જીતમાં યોગદાન આપી શકે છે.

7 / 11
મુંબઈ ઈન્ડિયન્સ: મુંબઈ ઈન્ડિયન્સ ભલે છેલ્લા પાંચ સિઝનથી ટ્રોફી જીતી શક્યું ન હોય, પરંતુ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાની મજબૂત દાવેદાર લાગે છે. જોકે, આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ કરાયેલ વેસ્ટ ઈન્ડિઝનો શેરફેન રધરફોર્ડ મુંબઈ ઈન્ડિયન્સનો મેચ વિનર પ્લેયર બની શકે છે. તેના વર્તમાન ફોર્મને જોતા રધરફોર્ડ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

8 / 11
દિલ્હી કેપિટલ્સ: દિલ્હી કેપિટલ્સ ગયા સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગયું હતું. પરંતુ આ વખતે, ટીમ વધુ સારી દેખાય રહી છે. દિલ્હીએ તેની બોલિંગને મજબૂત બનાવી છે, જેમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગીડી પર નજર રહેશે. એનગીડી હાલમાં T20 ફોર્મેટના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. T20 વર્લ્ડ કપમાં તેણે મજબૂત બોલિંગ કરી હતી અને હવે IPLમાં તે દિલ્હી માટે ખૂબ ઉપયોગી સબિત થઈ શકે છે.

9 / 11
પંજાબ કિંગ્સ: ગયા સિઝનની સૌથી પ્રભાવશાળી ટીમ પંજાબ કિંગ્સ ફરી એકવાર બેલેન્સ દેખાય રહી છે. જોકે, આ વખતે, પ્લેઈંગ ઈલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓમાં મિશેલ ઓવેનનો સમાવેશ થઈ શકે છે. ઓવેન તેની વિસ્ફોટક બેટિંગ ઉપરાંત બોલિંગમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

10 / 11
કોલકાતા નાઈટ રાઈડર્સ: માત્ર ₹2 કરોડમાં ટીમમાં સામેલ ફિન એલન ટીમનો સૌથી મૂલ્યવાન ખેલાડી બની શકે છે. કોલકાતાને એક મજબૂત ઓપનિંગ જોડીની જરૂર છે, અને એલન આમાં મુખ્ય પરિબળ બની શકે છે. તેણે T20 વર્લ્ડ કપમાં માત્ર 33 બોલમાં સદી ફટકારીને પોતાનો ઈરાદો પહેલાથી જ સ્પષ્ટ કરી દીધો છે.

11 / 11
લખનૌ સુપર જાયન્ટ્સ: જોશ ઈંગ્લિસે ગયા સિઝનમાં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ સિઝનમાં LSG એ તેને ₹8.60 કરોડ માં ખરીદ્યો છે. ટીમમાં પહેલાથી જ એડન માર્કરામ, નિકોલસ પૂરન અને રિષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ છે, એવામાં ઈંગ્લિસના જોડાવાથી ટીમની મીડલ ઓર્ડર વધુ મજબૂત બનશે. (PC:PTI/X)

Follow Us