
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની પ્રશંસા થઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની થઈ રહી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ અને સતત સારા પ્રદર્શનથી તેણે ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સંજુ સેમસનના આ પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે તેને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકે જોવાની ચર્ચા શરૂ થઈ છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે સંજુ પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને ભવિષ્યમાં તે આ જવાબદારી સંભાળી શકે છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ સંજુ સેમસનને કેપ્ટનશીપ માટે યોગ્ય ગણાવ્યો છે. તેના મતે સારો કેપ્ટન એ હોય છે જેને રમતની ઊંડી સમજ હોય અને જે ખેલાડીઓની પરિસ્થિતિને સારી રીતે સમજી શકે. કૈફે જણાવ્યું કે સંજુ સેમસન પાસે આ તમામ ગુણો છે.

કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

બીજી તરફ સૂર્યકુમાર યાદવની ઉંમર પણ ચર્ચાનો વિષય બની રહી છે. હાલમાં તે 35 વર્ષનો છે અને 2028 ના T20 વર્લ્ડ કપ સુધીમાં તેની ઉંમર 37 વર્ષની થશે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી કેપ્ટન તરીકે ચાલુ રહેવાની સંભાવના પર ચર્ચા થઈ રહી છે.

કૈફે આગળ જણાવ્યું કે જો હાલનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ કોઈ કારણસર કેપ્ટનશીપ છોડે, તો સંજુ સેમસન એક સારો વિકલ્પ બની શકે છે. સંજુ પાસે પહેલેથી જ IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપનો અનુભવ છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ખેલાડી તરીકે તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેણે માત્ર એક અડધી સદી ફટકારી હતી. હવે આવનારા સમયમાં BCCI શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે. (PC:PTI/X)
Published On - 4:01 pm, Tue, 10 March 26