Breaking News: MS ધોની IPL 2026 માં નહીં રમે? કોચના નિવેદન બાદ ‘થાલા’ના કમબેક અંગે વધ્યું સસ્પેન્સ

IPL 2026 શરુ થયાને એક મહિનાઓ થઈ ગયો છે, અને આ એક મહિનામાં CSK આઠ મેચ રમી ચૂક્યું છે, પણ આ આઠ મેચમાંથી ધોની એકપણ મેચમાં રમ્યો નથી. ધોનીના ફેન્સ તેને મેદાનમાં રમતો જોવા ઉત્સુક છે. ધોની ક્યારે કમબેક કરશે? આ સવાલ રોજ ફેન્સની ચર્ચાનો વિષય હોય છે. આ બધા વચ્ચે CSK હેડ કોચે ધોનીની ઈજા અંગે મોટું નિવેદન આપ્યું છે. જે બાદ ધોનીના મેદાનમાં પાછા ફરવાની ફેન્સની આશાઓ પર પાણી ફરી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

| Updated on: Apr 27, 2026 | 3:03 PM
1 / 6
IPL 2026 ની અડધી સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે, જોકે ધોની રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. એવું કહેવામાં આવ્યું હતું કે તે તેની પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરશે.

2 / 6
CSK ચાહકો આ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પછી CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ તરફથી મળેલા અપડેટથી ધોનીના પુનરાગમન અંગે સસ્પેન્સ વધુ ગાઢ બન્યું છે. ફ્લેમિંગના મતે ધોનીની ઈજા વધુ ગંભીર છે.

3 / 6
સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે આ ઈજામાંથી સ્વસ્થ થવું સરળ નથી. તેથી જ અમે શરૂઆતમાં સાવચેતી રાખી હતી. જોકે વોર્મ-અપ મેચ દરમિયાન ઈજા વધુ ગંભીર થઈ હતી. ફ્લેમિંગના મતે, ધોની સતત શક્ય તેટલી ઝડપથી ફીટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધોનીએ સિઝન શરુ થતા પહેલા પ્રેક્ટિસ મેચમાં વધુ પડતી મહેનત કરી હતી, જેના કારણે ઈજા ફરી ગંભીર થઈ ગઈ.

4 / 6
ધોની માર્ચના પહેલા અઠવાડિયાથી CSK સાથે છે. આ સમય દરમિયાન પ્રેક્ટિસ દરમિયાન નેટમાં બેટિંગ કરતા અથવા વિકેટ કીપિંગ કરતા તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા હતા. ધોનીની આ તસવીરોથી IPL 2026માં તેના રમવાની આશા જાગી હતી. જોકે, ફ્લેમિંગના અપડેટ સાથે એવું લાગે છે કે ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે.

5 / 6
44 વર્ષીય ધોનીએ અગાઉ ઇજાઓ સાથે IPL રમી છે, પરંતુ આ સિઝનમાં અત્યારસુધી CSK એ રમેલી તમામ આઠ મેચોમાં ધોનીની ગેરહાજરી તેની ઇજાની ગંભીરતા દર્શાવે છે. તેની રિકવરીમાં ટીમની અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો છે.

6 / 6
સ્ટીફન ફ્લેમિંગે એ પણ સ્પષ્ટતા કરી કે કમબેક અંગે અંતિમ નિર્ણય ધોનીનો રહેશે. તેમણે જણાવ્યું કે ધોની ફિઝિયો સાથે તેનું રીહેબ ચાલુ રાખી રહ્યો છે. ટીમ હાલમાં ફિટનેસ અપડેટની રાહ જોઈ રહી છે. અમે ધોનીની ઈજાને હળવાશથી લઈ શકીએ નહીં. ધોની યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે અને જરૂરી બધું કરી રહ્યો છે." (PC:PTI/X)

Published On - 3:02 pm, Mon, 27 April 26

Follow Us