Breaking News: ભારત માટે 44 મેચ રમનાર દિગ્ગજ બનશે IPL 2027માં ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો હેડ કોચ?

ચેન્નાઈ સુપર કિંગ્સના નવા મુખ્ય કોચને લઈને સસ્પેન્સ હવે અંતિમ તબક્કામાં છે. સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણીનું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યું છે. ભારતીય કોચની પસંદગી માટે મહેન્દ્ર સિંહ ધોનીના આગ્રહને કારણે બદાણીની દાવેદારી વધુ મજબૂત બની છે. જોકે, CSKની કેટલીક શરતો આ નિમણૂકમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

| Updated on: Sep 10, 2026 | 9:07 PM
1 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે સ્ટીફન ફ્લેમિંગ સાથે 18 વર્ષનો લાંબો સંબંધ પૂર્ણ કર્યા બાદ હવે નવા મુખ્ય કોચની શોધ શરૂ કરી છે. ટીમ સતત ત્રણ સીઝનથી પ્લેઓફમાં પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી હવે નવા કોચ સાથે ટીમને ફરી સફળતાના માર્ગે લાવવાની તૈયારી કરી રહી છે.

2 / 5
CSKના નવા કોચ તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણીનું નામ સામે આવ્યું છે. બદાણીએ ભારત માટે 4 ટેસ્ટ અને 40 વનડે સહિત કુલ 44 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં તેમણે 867 રન બનાવ્યા હતા, જેમાં એક સદી પણ સામેલ છે. 14 નવેમ્બર 1976ના રોજ ચેન્નાઈમાં જન્મેલા બદાણી તમિલનાડુ માટે પણ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા હતા.

3 / 5
ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ બદાણીએ કોચિંગ ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે અને વિવિધ T20 લીગમાં પણ કોચિંગનો અનુભવ ધરાવે છે. ચેન્નાઈ સાથેનો તેમનો સ્થાનિક જોડાણ અને ચેપોકની પરિસ્થિતિની સમજ તેમને CSK માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.

4 / 5
અહેવાલો મુજબ, મહેન્દ્ર સિંહ ધોની ભારતીય કોચની તરફેણમાં છે અને ટીમના નવા કોચ પાસેથી CSK પર સંપૂર્ણ ધ્યાન આપવાની અપેક્ષા રાખે છે. આ શરત બદાણી માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે તેઓ અન્ય T20 લીગ સાથે પણ જોડાયેલા છે. તેથી તેમની નિમણૂકમાં માત્ર ક્રિકેટિંગ અનુભવ નહીં, પરંતુ કરાર અને નાણાકીય બાબતો પણ મહત્વની બની શકે છે.

5 / 5
જો બદાણીની નિમણૂક થાય છે, તો તેમની સામે CSKને ફરી મજબૂત બનાવવાની મોટી જવાબદારી રહેશે. ટીમે તાજેતરના વર્ષોમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી અને હવે નવા કોચને ટીમની દિશા બદલવી પડશે. જોકે, હાલ બદાણીનું નામ મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય CSK મેનેજમેન્ટ જ લેશે. (PC:PTI/X)

Published On - 9:05 pm, Thu, 10 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.