Breaking News: IPL 2026 માંથી એક જ દિવસમાં બે ખેલાડી થયા બહાર, CSK પછી SRHને લાગ્યો મોટો ઝટકો

આ IPL સિઝન શરૂ થાય તે પહેલાં જ ઘણા ખેલાડીઓ ઈજાઓને કારણે બહાર થઈ ગયા હતા, અને ટુર્નામેન્ટ શરૂ થયા પછી પણ આ સિલસિલો ચાલુ જ છે. ખાસ કરીને ઝડપી બોલરો ઈજાઓનો સૌથી વધુ ભોગ બન્યા છે. હવે એક જ દિવસમાં બે ફાસ્ટ બોલરો ઈજાના કારને આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે.

| Updated on: Apr 16, 2026 | 6:12 PM
1 / 6
IPL 2026 સિઝનમાં ખેલાડીઓની ઈજાઓનો દોર સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. એક જ દિવસમાં બે ટીમોને ઝટકો લગ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર ખલીલ અહેમદ પછી, સનરાઈઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર ડેવિડ પેન આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

2 / 6
મુશ્કેલીભર્યા સિઝનમાંથી પસાર થઈ રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ગુરુવાર, 16 એપ્રિલના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જાહેરાત કરી હતી કે ડેવિડ પેન પગની ઘૂંટીની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

3 / 6
ઓક્શનમાં SRH દ્વારા 1.5 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ ઊંચા કદના ઝડપી બોલરે સિઝન દરમિયાન બે મેચ રમી હતી અને બે વિકેટ પણ લીધી હતી. જો કે હવે ઈજાના કારણે તે IPL સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

4 / 6
ટીમે હજુ સુધી ડેવિડ પેનના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં જાહેરાત થવાની અપેક્ષા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટીમના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયન અનુભવી ખેલાડી પેટ કમિન્સને IPL માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.

5 / 6
કમરની ઈજાને કારણે કમિન્સ આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી. તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો, જ્યાં તેની અંતિમ સારવાર કરવામાં આવી હતી. આ પછી જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને IPL માટે ફિટ જાહેર કર્યો હતો. કમિન્સ હવે જલ્દી મેદાનમાં જોવા મળશે.

6 / 6
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સે ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદના ટુર્નામેન્ટમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. ખલીલ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર હતો અને તે આ સિઝનમાં તે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. ખલીલના બહાર થવાથી IPL 2026 માં ચેન્નાઈની મુશ્કેલીઓ વધી છે. (PC:X/SRH/CSK)

Follow Us