Breaking News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પહેલા IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓ, વૈભવ સૂર્યવંશી નંબર-1

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર વર્ષે નવા ખેલાડીઓ પોતાની પ્રતિભાથી દુનિયાને ચોંકાવી દે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા વગર પણ ઘણા બેટ્સમેનોએ IPLમાં શાનદાર પ્રદર્શન કરીને મોટી ઓળખ બનાવી છે. ખાસ કરીને યુવા ખેલાડીઓએ પોતાની આક્રમક બેટિંગથી રનનો વરસાદ કર્યો છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ચાલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા વિના IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા 5 બેટ્સમેનો વિશે જાણીએ.

| Updated on: May 28, 2026 | 8:21 PM
1 / 6
IPL હંમેશા યુવા અને અનકેપ્ડ ખેલાડીઓ માટે સૌથી મોટું મંચ રહ્યું છે. અહીં અનેક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળ્યા પહેલાં જ પોતાની બેટિંગથી મોટી ઓળખ બનાવી છે. ઘણા યુવા બેટ્સમેનોએ દુનિયાના દિગ્ગજ બોલરો સામે નિર્ભય બેટિંગ કરીને રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનકેપ્ડ ખેલાડીઓનું પ્રદર્શન વધુ પ્રભાવશાળી બન્યું છે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સના યુવા ખેલાડીઓ ખાસ આગળ રહ્યા છે

2 / 6
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમતા તેણે 15 મેચમાં 680 રન ફટકાર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટરમાં 29 બોલમાં 97 રનની તેની વિસ્ફોટક ઇનિંગ લાંબા સમય સુધી યાદ રહેશે. તે IPL ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ બેટ્સમેન બન્યો છે.

3 / 6
આ પહેલાં આ રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે હતો. IPL 2023માં રાજસ્થાન રોયલ્સના ઓપનરે 14 મેચમાં 625 રન બનાવી વિરોધી બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. 163.61ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી.

4 / 6
IPLની પ્રથમ સિઝનમાં ઓસ્ટ્રેલિયાના શોન માર્શે પંજાબ માટે રમતા ઈતિહાસ રચ્યો હતો. 2008ની સિઝનમાં તેણે માત્ર 11 મેચમાં 616 રન બનાવ્યા હતા. માર્શ IPLનો પ્રથમ ઓરેન્જ કેપ વિજેતા પણ ખેલાડી બન્યો હતો અને અનકેપ્ડ ખેલાડીઓ માટે નવો માપદંડ નક્કી કર્યો હતો.

5 / 6
રિયાન પરાગ માટે IPL 2024 કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. લાંબા સમય સુધી ટીકાનો સામનો કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો અને તેણે IPL 2024માં 16 મેચમાં 573 રન બનાવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી.

6 / 6
પંજાબ કિંગ્સના પ્રભસિમરન સિંહે IPL 2025માં આક્રમક બેટિંગથી છાપ છોડી હતી. તેણે IPL 2025માં 17 મેચમાં 549 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં ઝડપી રન બનાવવાની તેની ક્ષમતાએ તેને અનકેપ્ડ બેટ્સમેનોની આ વિશેષ યાદીમાં સ્થાન અપાવ્યું છે. (PC:PTI/X)

Follow Us