Breaking News: એમએસ ધોની સહિત આ 6 ક્રિકેટરો IPL 2026 પછી લેશે નિવૃત્તિ?

IPL 2026નો રોમાંચક મહાસંગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એક તરફ યુવા ખેલાડીઓનો જુસ્સો જોવા મળશે તો બીજી તરફ અનુભવી ખેલાડીઓ માટે આ સિઝન કરિયર બચાવવાની છેલ્લી તક બની શકે છે. ફેન્સ માટે આ સિઝન મસ્તી અને લાગણીથી ભરેલી રહેશે, કારણ કે ધોની સહિત આ 6 મોટા નામો આ સિઝન બાદ વિદાય લઇ શકે છે.

| Updated on: Mar 20, 2026 | 4:57 PM
1 / 7
IPL 2026માં ઘણા અનુભવી ખેલાડીઓ પર ખાસ નજર રહેશે. વર્ષો સુધી પોતાની ટીમ માટે જીત અપાવનાર આ સ્ટાર્સ હવે એવા મુકામે છે જ્યાં પ્રદર્શન જ તેમની આગળની સફર નક્કી કરશે. 6 એવા ખેલાડીઓ છે જેમની આ છેલ્લી સિઝન બની શકે છે.

2 / 7
એમએસ ધોની: ચેન્નાઈ સુપર કિંગ્સનો અસલી કિંગ એમએસ ધોની 44 વર્ષનો છે. તેણે IPLમાં 250થી વધુ મેચ રમીને 5,000થી વધુ રન બનાવ્યા છે અને ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી છે. તેની નેતૃત્વ ક્ષમતા આજે પણ મજબૂત છે. દર વર્ષે તેની નિવૃત્તિની ચર્ચા થાય છે અને આગામી સિઝનમાં તે રમતો જોવા મળશે છે. આ વખતે પણ ચર્ચા ચાલુ જ છે અને આ ધોનીની છેલ્લી IPL સિઝન બની શકે છે.

3 / 7
અજિંક્ય રહાણે: કોલકાતા નાઈટ રાઈડર્સનો અજિંક્ય રહાણે 37 વર્ષનો છે. તેણે લગભગ 200 IPL મેચોમાં 5,000થી વધુ રન બનાવ્યા છે. જોકે, છેલ્લાં કેટલાક સિઝનમાં તેની બેટિંગમાં સ્થિરતા જોવા મળતી નથી, જેના કારણે આ સિઝન તેની માટે છેલ્લી સિઝન બની શકે છે.

4 / 7
સુનીલ નારાયણ: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર સ્પિનર અને આક્રમક બેટ્સમેન સુનીલ નારાયણ 37 વર્ષનો થઇ ગયો છે. તેણે IPLમાં 170થી વધુ મેચોમાં 180થી વધુ વિકેટ લીધી છે, સાથે-સાથે મહત્વપૂર્ણ રન પણ બનાવ્યા છે. તેની ઓલરાઉન્ડ ક્ષમતાનો KKR ને દરેક સિઝનમાં ફાયદો થયો છે, પરંતુ ઉંમર હવે તેની સામે પડકાર બની રહી છે.

5 / 7
મિશેલ સ્ટાર્ક: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 36 વર્ષની ઉંમરે પણ આક્રમક બોલિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં મર્યાદિત મેચો રમી છે, જેમાં લગભગ 40થી વધુ વિકેટ લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને કારણે, આ સિઝન તેની છેલ્લી IPL બની શકે છે.

6 / 7
ઇશાંત શર્મા: 37 વર્ષના અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ IPLમાં 100થી વધુ મેચોમાં 90ની આસપાસ વિકેટ લીધી છે. છેલ્લા સીઝનમાં મોંઘી બોલિંગને કારણે તેની પર દબાણ વધ્યું છે, અને આ વર્ષે તેનું પ્રદર્શન તેની કારકિર્દી નક્કી કરશે.

7 / 7
માર્કસ સ્ટોઇનિસ: પંજાબ કિંગ્સે 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને ₹11 કરોડની મોટી કિંમતે રિટેન કર્યો છે. તેણે IPLમાં 100થી વધુ મેચોમાં 1,800થી વધુ રન અને 40થી વધુ વિકેટ લીધી છે. તેની મેચ જીતાડવાની ક્ષમતા હોવા છતાં, તેની અસંગતતા તેના માટે મુશ્કેલી બની શકે છે. (PC: PTI/X)

Follow Us