Breaking News : ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેને માત્ર 30 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ, 4 વર્ષથી હતી ટીમની બહાર

ટીમ ઈન્ડિયાની ઓપનરે માત્ર 30 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આંધ્રપ્રદેશની આ જમણા હાથની બેટ્સમેને 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, છેલ્લા ચાર વર્ષથી તે ટીમ ઈન્ડિયાની બહાર હતી. આ ખેલાડી ભારતની એશિયા કપ અને કોમનવેલ્થ ગેમ્સ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂકી છે.

| Updated on: Oct 23, 2026 | 4:19 PM
1 / 8
ટીમ ઈન્ડિયાની ઓપનર સબ્બીનેની મેઘનાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. માત્ર 30 વર્ષની ઉંમરે તેણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથીનિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

2 / 8
એસ મેઘનાએ 2016માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. 10 વર્ષમાં તેણીએ ભારત માટે ફક્ત ત્રણ ODI અને 17 T20 મેચ રમી હતી.

3 / 8
મેઘનાએ ODIમાં 38ની સરેરાશથી 114 રન બનાવ્યા હતા, જ્યારે T20માં તેણીએ 258 રન બનાવ્યા. તેણીએ બંને ફોર્મેટમાં એક-એક અડધી સદી ફટકારી હતી.

4 / 8
મેઘના WPLમાં બે ટીમો ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ હતી. મેઘનાએ WPLમાં 23.23ની સરેરાશથી 302 રન બનાવ્યા હતા.

5 / 8
મેઘનાની છેલ્લા 4 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી ન હતી, તેથી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

6 / 8
જોકે, માત્ર 30 વર્ષની ઉંમરે મેઘનાનો નિવૃત્તિ લેવાનો નિર્ણય ખરેખર આશ્ચર્યજનક છે.

7 / 8
મેઘના 2016 અને 2022 મહિલા T20 એશિયા કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી. મેઘનાએ 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટીમમાં પણ  મેઘના સામેલ હતી.

8 / 8
નિવૃત્તિ પછી પણ મેઘના ક્રિકેટમાં સંકળાયેલી રહેશે. નિવૃત્તિ પછી તેણીએ કહ્યું કે તે યુવાનોને માર્ગદર્શન આપવા અને ક્રિકેટ શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. (PC: X/Instagram)

Follow Us
Loading...
Unable to load recommendations.