Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા કઈ ટીમે ફટકાર્યા છે? ટોપ-3 માં ચેમ્પિયન ટીમોનો દબદબો

IPLના ઈતિહાસમાં અનેક બેટ્સમેનોએ ફેન્સને સિક્સરોના વરસાદથી મંત્રમુગ્ધ કર્યા છે. IPL 2026 પહેલા સામે આવેલા આંકડાઓ બતાવે છે કે કઈ ટીમે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. જાણો IPLના ઇતિહાસમાં કઈ ટીમે સૌથી વધુ સિક્સર ફટકારી છે.

| Updated on: Mar 21, 2026 | 8:52 PM
1 / 5
IPL હંમેશા આક્રમક બેટિંગ અને લાંબા શોટ માટે જાણીતું રહ્યું છે. વર્ષોથી વિવિધ ટીમોએ ચાહકોને સિક્સરોની મોજ કરાવી છે, પરંતુ કુલ આંકડાઓમાં કેટલીક ટીમો ખાસ આગળ રહી છે. IPL 2026 પહેલા બહાર આવેલા આંકડાઓમાં ત્રણ મોટી ટીમો ટોચના સ્થાન પર છે.

2 / 5
સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સ નંબર વન પર છે. ટીમે અત્યાર સુધી IPLના ઇતિહાસમાં કુલ 1,823 છગ્ગા ફટકાર્યા છે. મુંબઈની સફળતામાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

3 / 5
બીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, જેણે કુલ 1,774 છગ્ગા ફટકાર્યા છે. આ ટીમ હંમેશા આક્રમક બેટિંગ માટે જાણીતી રહી છે. વિરાટ કોહલી ઉપરાંત એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોએ ટીમને આ સ્થાન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

4 / 5
ત્રીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જેઓએ 1,610 છગ્ગા ફટકાર્યા છે. ટીમ લાંબા સમયથી સતત સારું પ્રદર્શન કરતી આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સિઝનમાં તેનો આક્રમક અંદાજ થોડો ઘટ્યો છે. તેમ છતાં, ટીમનું ટોચના ત્રણમાં સ્થાન તેની મજબૂત બેટિંગ લાઇનઅપ દર્શાવે છે.

5 / 5
તાજેતરના વર્ષોમાં સિક્સર ફટકારવામાં અન્ય ટીમોનો પણ દબદબો રહ્યો છે. નવા ખેલાડીઓના આગમન સાથે IPLમાં બેટિંગ વધુ આક્રમક બની રહી છે, જેના કારણે આવનારા સમયમાં આ રેકોર્ડોમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. IPL 2026માં આ સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની આશા છે. (PC: PTI/X)

Follow Us