
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2026ની સૌથી ચર્ચિત મેચ 14 જૂને બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવાની છે. બંને ટીમો આ મેચ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

પરંતુ આ મહામુકાબલા પહેલા પાકિસ્તાન મહિલા ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમની કેપ્ટન ફાતિમા સના પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

અહેવાલો મુજબ, નેટ્સમાં બોલિંગ કરતી વખતે બેટર આયેશા ઝફરે રમેલો જોરદાર શોટ સીધો ફાતિમાના જમણા પગમાં વાગ્યો હતો. બોલ વાગતા જ તેને દુખાવો થયો અને તે નેટ્સમાં બેસી ગઈ.

ઈજા બાદ ટીમનો સપોર્ટ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ફાતિમા સનાને તાત્કાલિક પ્રેક્ટિસ સેશનમાંથી બહાર લઈ જવામાં આવી હતી અને તે ફરી મેદાનમાં પરત ફરી નહીં.

હાલ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ તરફથી તેની ઈજાની ગંભીરતા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે ભારત સામેની મેચમાં તેના રમવા અંગે સસ્પેન્સ યથાવત છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે રમાયેલી આઠ મેચો રમાઈ છે જેમાં ભારતે છ વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર બે જીત મળી છે. (PC:PTI/X/ICC)
Published On - 5:28 pm, Sun, 14 June 26