
ભારત-પાકિસ્તાન મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા માટે એક મોટી તક બનવા જઈ રહી છે. તે આ મેચમાં નંબર 1 વિકેટ લેનાર બોલર બની શકે છે.

ભારતની એકતા બિષ્ટ અને પાકિસ્તાનની નિદા ડાર હાલમાં સૌથી વધુ 10 T20I વિકેટનો રેકોર્ડ ધરાવે છે. જોકે, દીપ્તિ શર્મા પાસે તેમને પાછળ છોડી દેવાની તક છે.

દીપ્તિ શર્માની હાલમાં નવ વિકેટ છે. પાકિસ્તાનની સના મીરના નામે પણ નવ વિકેટ છે. સના હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. જ્યારે દીપ્તિ શર્મા પાસે એકતા અને નિદાને પાછળ છોડીવાની તક છે.

દીપ્તિ શર્માએ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી સાત T20 મેચમાં નવ વિકેટ લીધી છે.

2026ના મહિલા T20 વર્લ્ડ કપમાં બે વિકેટ લેતા જ દીપ્તિ બંને દેશો વચ્ચે રમાયેલી T20 મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. (PC: PTI)