Breaking News: રાતોરાત IPL 2026 છોડી પોતાના દેશ ચાલ્યા ગયા એક જ ટીમના ત્રણ ખેલાડીઓ, જાણો કેમ

IPL 2026 માં ત્રણ ખેલાડીઓને અચાનક તેમના દેશમાં પાછા ફરવું પડ્યું. જોકે, આ ત્રણેય ખેલાડીઓના વિદાયનું કારણ ઈજા કે કોઈ ઈન્ટરનેશનલ મેચ નથી. મેચ પૂરી થયા બાદ રાતોરાત એક જ ટીમના આ ત્રણ ખેલાડીઓએ ભારત છોડવું પડ્યું હતું. આ ત્રણમાં એક ખેલાડી હાલ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

| Updated on: Apr 30, 2026 | 7:30 PM
1 / 6
IPL 2026 માં અડધાથી વધુ મેચો પૂર્ણ થઈ ગઈ છે. જોકે, ઘણા ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ બધા વચ્ચે એક જ ટીમના ત્રણ ખેલાડીઓને અચાનક પોતાના દેશ પાછા ફરવું પડ્યું છે, જેમાં આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો પણ સમાવેશ થાય છે.

2 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જમણા હાથના ફાસ્ટ બોલર ઈશાન મલિંગાને શ્રીલંકન બોર્ડના કહેવાથી પોતાના દેશ પાછા ફરવાની ફરજ પડી છે. માત્ર મલિંગા જ નહીં, પરંતુ સનરાઈઝર્સના અન્ય બે શ્રીલંકન ખેલાડીઓ દિલશાન માદુશંકા અને કમિન્ડુ મેન્ડિસ પણ શ્રીલંકા પાછા ફર્યા છે.

3 / 6
રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય ખેલાડીઓએ વિઝાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે પોતાના દેશ પરત ફરવું પડ્યું છે. શ્રીલંકાની ટીમ IPL પછી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. આ માટે ખેલાડીઓએ બાયોમેટ્રિક વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ કારણે તેમને IPL વચ્ચે પાછા શ્રીલંકા જવું પડ્યું.

4 / 6
જોકે, આનાથી તેમના IPLમાં રમવા પર કોઈ અસર પડશે નહીં, કારણ કે ત્રણેય શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં ફરી જોડાશે. ટીમની આગામી મેચ રવિવાર, 3 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.

5 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મલિંગાની હાજરી મહત્વપૂર્ણ છે. મલિંગાએ આ સિઝનમાં સતત સારી બોલિંગ કરી છે અને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શ્રીલંકા પરત ફરતા પહેલા મલિંગાએ સનરાઈઝર્સ હૈદરાબાદની જીતમાં ફાળો આપ્યો હતો.

6 / 6
બુધવારે રાત્રે હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર રેકોર્ડ 244 રનનો પીછો કરી હરાવ્યું હતું. મલિંગાએ 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ સિઝનમાં 15 વિકેટ સાથે તે હાલમાં પર્પલ કેપ રેસમાં સૌથી આગળ છે. (PC:PTI/X/SRH)

Follow Us