Breaking News: વૈભવ સૂર્યવંશીનો ધમાકો, IPL પ્લેઓફમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો

IPL 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એવી વિસ્ફોટક ઇનિંગ રમી કે સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત બની ગયું. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે 29 બોલમાં 97 રન ફટકારી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં IPL પ્લેઓફમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પણ સામેલ છે.

| Updated on: May 27, 2026 | 9:38 PM
1 / 6
IPL 2026ની એલિમિનેટર મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરીને મેચને યાદગાર બનાવી દીધી. તેની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો.

2 / 6
વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ સાથે તે IPL પ્લેઓફ અથવા નોકઆઉટ મેચોમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેણે રૈનાઅ રેકોર્ડની બરાબરી કરી હતી.

3 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ 2014ના પ્લેઓફમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ ઇનિંગ IPL ઈતિહાસની સૌથી યાદગાર ઈનિંગોમાંથી એક છે.

4 / 6
હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સના દિગ્ગજ ઓપનર એડમ ગિલક્રિસ્ટે 2009માં દિલ્હી સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. ગિલક્રિસ્ટ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો અને પ્લેઓફમાં પણ તેણે વિરોધી બોલરો પર દબાણ બનાવી દીધું હતું.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ 2012માં મુંબઈ ઇન્ડિયન્સ સામે માત્ર 20 બોલમાં ફિફ્ટી નોંધાવી હતી. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં ધોનીએ અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

6 / 6
આ યાદીમાં છેલ્લું નામ ડ્વેન સ્મિથનું છે. ડ્વેન સ્મિથે 2013માં દિલ્હી ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેની આ તાબડતોબ ઇનિંગે CSKને મજબૂત શરૂઆત અપાવી હતી. (PC:PTI/X)

Published On - 9:36 pm, Wed, 27 May 26

Follow Us