Breaking News: શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ પંજાબ કિંગ્સના ખેલાડીઓની લાગી લોટરી, એક પછી એક ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

શ્રેયસ અય્યરને ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયાની કમાન મળી છે, ત્યારથી અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શ્રેયસ અય્યર IPL માં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે અને તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનતા જ PBKS ના ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયા દરવાજ ખુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

| Updated on: Jul 07, 2026 | 8:44 PM
1 / 5
શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા પછી પંજાબ કિંગ્સના ખેલાડીઓ એક પછી એક ટીમ ઈન્ડિયામાં જોડાઈ રહ્યા છે. તેમની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ રહી છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં પંજાબ કિંગ્સના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2 / 5
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પંજાબ કિંગ્સના પ્રભસિમરન સિંહ અને યશ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. IPL 2026 માં દમદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પ્રભસિમરન સિંહની પસંદગી સમજી શકાય તેવી છે, પરંતુ યશ ઠાકુરની પસંદગી કંઈક અંશે સમજની બહાર છે.

3 / 5
વધુ સારા વિકલ્પોની અવગણના કરીને યશ ઠાકુરની પસંદગી થતા સવાલો ઉભા થયા છે. સાકિબ હુસૈન, રસિક સલીમ દાર અને કાર્તિક ત્યાગી સહિત ઘણા ફાસ્ટ બોલરોએ યશ ઠાકુર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને IPL 2026 માં પોતાને સાબિત કર્યા હતા.

4 / 5
જોકે, યશ ઠાકુર અને પ્રભસિમરન સિંહ એકમાત્ર પંજાબ કિંગ્સના ખેલાડી નથી જેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તેમના પહેલા સૂર્યાંશ શેડગે પણ ટીમમાં જોડાયો હતો.

5 / 5
સૂર્યાંશ શેડગેને રીપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઘાયલ થયા બાદ નીતિશ રેડ્ડીના સ્થાને ટીમ ઈન્ડિયામાં સામેલ થયો છે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.