વૈભવ સૂર્યવંશીથી લઈને રોહિત-વિરાટ સુધી… સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ અને બાદમાં ઝીમ્બાબ્વે પ્રવાસ ખાસ રહ્યો. એકમાં જ્યાં હર મળી તો બીજામાં મોટી જીત મળી. જોકે આ બંને સિરીઝના છેલ્લા સાત દિવસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા હતા. વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને સચિન તેંડુલકરના સાત મોટા રેકોર્ડ તોડ્યા હતા.

| Updated on: Sep 15, 2026 | 4:26 PM
1 / 6
"ક્રિકેટના ભગવાન" તરીકે જાણીતા સચિન તેંડુલકર પાસે એક સમયે એવા રેકોર્ડ હતા જે અતૂટ માનવામાં આવતા હતા. જોકે, છેલ્લા અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ ભારતીય બેટ્સમેનોએ તેંડુલકરના સાત સૌથી મહત્વપૂર્ણ રેકોર્ડ તોડી નાખ્યા છે.

2 / 6
ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ અને ઝીમ્બાબ્વે પ્રવાસ દરમિયાન યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી, હીટમેન રોહિત શર્મા અને રન મશીન વિરાટ કોહલીએ મળીને 7 દિવસમાં સચિન તેંડુલકરના 7 રેકોર્ડ તોડ્યા હતા.

3 / 6
માત્ર 15 વર્ષની ઉંમરે, યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો. તેણે વિશ્વના કેટલાક સૌથી જૂના અને પ્રતિષ્ઠિત રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું. ઝિમ્બાબ્વે શ્રેણી દરમિયાન તે ભારત માટે અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. શ્રેણીની અંતિમ મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી પણ બન્યો.

4 / 6
વૈભવ સૂર્યવંશી પહેલા આ બંને રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી નાની ઉંમરના ભારતીયનો રેકોર્ડ પણ તોડ્યો, જે સચિન તેંડુલકરનાનો પણ હતો.

5 / 6
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની છેલ્લી વનડે મેચ દરમિયાન સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ તોડ્યા. ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ સદી, વનડે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય અને વિદેશી ધરતી પર સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. સચિન અગાઉ આ ત્રણ રેકોર્ડ ધરાવતા હતા.

6 / 6
આ મેચ દરમિયાન, રન-મશીન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે વનડે ક્રિકેટમાં સાતત્ય એ વિરાટ કોહલીનો પર્યાય છે. તેણે 300 વનડે ઈનિંગ પછી સૌથી વધુ રન અને ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ 50+ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો. આ બંને રેકોર્ડ અગાઉ સચિન તેંડુલકરના નામે હતા. (PC: PTI)

Published On - 6:05 pm, Mon, 27 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.