Breaking News: સચિન-દ્રવિડનો મોટો રેકોર્ડ તૂટ્યો, રોહિત-વિરાટની જોડીએ લોર્ડ્સના મેદાન પર રચ્યો ઇતિહાસ; આવો રેકોર્ડ બનાવનારી દેશની પ્રથમ જોડી બની

ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ ભારતીય જોડી નથી કરી શકી. સચિન અને દ્રવિડને પાછળ છોડી આ જોડીએ નવો ઇતિહાસ લખ્યો છે.

| Updated on: Jul 19, 2026 | 6:05 PM
1 / 5
ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે ઇતિહાસ રચી દીધો છે. રોહિત અને વિરાટની જોડી એકસાથે 400 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ભારતની પહેલી જોડી બની ગઈ છે. આ જોડીના નામે પહેલાથી જ ભારત માટે એકસાથે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ સિદ્ધિ મેળવવાની સાથે જ તેમણે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની જોડીને પાછળ છોડી દીધી છે, જેમણે એકસાથે 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

2 / 5
વર્લ્ડ ક્રિકેટમાં શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેની જોડીએ સૌથી વધુ 550 મેચ એકસાથે રમી છે. તેમના પછી તિલકરત્ને દિલશાન અને મહેલા જયવર્ધનેના નામે 426 મેચ નોંધાયેલી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે 400 મેચ રમવાની સાથે જ વિશ્વ ક્રિકેટની આ ખાસ યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટના આ બંને દિગ્ગજોએ લગભગ એક જ સમયે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી.

3 / 5
રોહિત અને વિરાટની શાનદાર કરિયર: રોહિત શર્માએ વર્ષ 2007માં અને વિરાટ કોહલીએ વર્ષ 2008માં ભારત માટે રમવાની શરૂઆત કરી હતી. છેલ્લા 18 વર્ષોમાં આ બંને ખેલાડીઓ ભારતીય બેટિંગ લાઇનઅપના મુખ્ય આધાર સ્તંભ રહ્યા છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે તેઓ માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

4 / 5
કોહલી અને રોહિત વનડે ક્રિકેટમાં ભારતના બીજા અને ત્રીજા સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ છે, જેમણે અનુક્રમે 14,867 અને 11,757 રન બનાવ્યા છે. આ જોડીએ એકસાથે ભારત માટે 2 ચેમ્પિયન્સ ટ્રોફી અને 1 T20 વર્લ્ડ કપ જીત્યો છે.

5 / 5
ત્રીજી વનડે મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન: ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ મોટા ફેરફાર કર્યા છે. સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે આ મેચનો હિસ્સો બની શક્યો નથી. તેમની જગ્યાએ કે.એલ. રાહુલ, પ્રિન્સ યાદવ અને અર્શદીપ સિંહને ટીમમાં રમવાની તક મળી છે. આ સિવાય શિવમ દુબેને પણ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે ઇશાન કિશન ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.(Image From: AFP/Getty Images - cricinfo)

Follow Us