Breaking News: હૈદરાબાદ T20 પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 15 ઓક્ટોબરે PM મોદીને મળશે, આ છે ખાસ કારણ

હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 મેચ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પીએમ મોદીને મળશે. ભારતીય ખેલાડીઓ વડાપ્રધાન સાથે ખાસ મુલાકાત કરશે. જેમાં પીએમ મોદી ખેલાડીઓ સાથે વાતચીત કરશે. ચાલો જાણીએ કેમ થઈ રહી છે આ ખાસ મુલાકાત.

| Updated on: Oct 14, 2026 | 6:32 PM
1 / 8
હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હી પહોંચશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે.

2 / 8
પીએમ મોદી આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ટુકડી સાથે વાતચીત કરવાના છે. આ વાતચીત 15 ઓક્ટોબરે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 4:30 વાગ્યે શરૂ થશે.

3 / 8
એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

4 / 8
હોકી અને કબડ્ડીમાં પણ ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો.

5 / 8
ભારત એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યું, જેમાં કુલ 85 મેડલ જીત્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

6 / 8
જોકે, ભારતનો મેડલ ટેલી અગાઉના એશિયન ગેમ્સ કરતા ઓછો હતો, જ્યાં ભારતે 106 મેડલ જીત્યા હતા.

7 / 8
ભારતે એશિયન ગેમ્સમાં 501 ખેલાડીઓ મોકલ્યા હતા, જેમાંથી 310 ખેલાડીઓ પહેલી વાર ભાગ લઈ રહ્યા હતા. આ ખેલાડીઓ હવે પીએમ મોદી સાથે મુલાકાત કરશે.

8 / 8
પીએમ સાથેની મુલાકાતમાં ભારતીય ખેલાડીઓના કોચ અને સપોર્ટ સ્ટાફ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત સંઘોના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. (PC-PTI)

Published On - 5:27 pm, Wed, 14 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.