Breaking News: IPL ફાઈનલમાં MS ધોનીને પહેલા જ બોલે આઉટ કરનાર બોલર હવે CSKનો કોચ બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 માટે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરને ટીમનો નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 2023ની IPL ફાઇનલમાં આ બોલરે CSKના કેપ્ટન MS ધોનીને પહેલા જ બોલે આઉટ કર્યો હતો. હવે તે જ CSKના કોચિંગ સ્ટાફમાં પરત ફર્યો છે.

| Updated on: Sep 29, 2026 | 8:55 PM
1 / 8
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027ની તૈયારી શરૂ કરી દીધી છે અને કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

2 / 8
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને હેડ કોચ બનાવ્યા બાદ હવે મોહિત શર્માને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

3 / 8
અહેવાલ મુજબ, મોહિતની નિમણૂક માટે ઝહીર ખાને ભલામણ કરી હતી અને CSK મેનેજમેન્ટે ઝહીરની પસંદગીને મંજૂરી આપી છે.

4 / 8
મોહિત શર્મા અગાઉ CSK માટે રમી ચૂક્યો છે. તેણે 2013માં CSK માટે ડેબ્યૂ કર્યું હતું અને 2015 સુધી ફ્રેન્ચાઇઝી CSK સાથે રહ્યો હતો.

5 / 8
ત્યારબાદ 2019માં મોહિત ફરી CSKમાં પરત ફર્યો હતો. તેણે CSK માટે કુલ 48 મેચમાં 58 વિકેટ ઝડપી હતી.

6 / 8
IPL 2023માં મોહિત શર્મા ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ હતો અને આ સિઝનમાં GT અને CSK વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ ફાઈનલમાં મોહિત શર્માએ CSK સામે શાનદાર બોલિંગ કરી હતી.

7 / 8
ફાઈનલની 18મી ઓવરના પહેલા જ બોલે મોહિતે MS ધોનીને આઉટ કર્યો હતો. જોકે, અંતે રવીન્દ્ર જાડેજાના છેલ્લા બોલના ચોગ્ગાથી CSK ચેમ્પિયન બન્યું હતું.

8 / 8
મોહિત શર્માએ ડિસેમ્બર 2025માં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે CSKના બોલિંગ કોચ તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. (PC:PTI/X)

Published On - 8:54 pm, Tue, 29 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.