Breaking News: પંડ્યાથી પાટીદાર… સૌથી ઓછી મેચોમાં ટીમને ફાઈનલમાં પહોંચાડનારા IPL ના ટોપ-6 દિગ્ગજ કેપ્ટનો

IPLમાં કેપ્ટન તરીકે ટીમને ફાઈનલ સુધી પહોંચાડવી એ મોટી સિદ્ધિ ગણાય છે. સામાન્ય રીતે આ માટે વર્ષોનો અનુભવ અને મજબૂત ટીમ કોમ્બિનેશન જરૂરી હોય છે. જોકે IPLના ઈતિહાસમાં કેટલાક એવા કેપ્ટનો પણ રહ્યા છે જેમણે ખૂબ ઓછી મેચોમાં જ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડીને અનોખા રેકોર્ડ બનાવ્યા છે. IPL 2026ની ફાઈનલ પહેલાં આવી જ કેટલીક યાદગાર કેપ્ટનશીપ સફર પર નજર કરીએ.

| Updated on: May 30, 2026 | 8:40 PM
1 / 7
IPLના ઈતિહાસમાં ઘણા સફળ કેપ્ટનો આવ્યા છે, પરંતુ કેટલાક એવા પણ રહ્યા છે જેમણે જવાબદારી સંભાળ્યા બાદ ખૂબ જ ઝડપથી ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. સિઝનની મધ્યમાં કેપ્ટનશીપ મળવી હોય કે પ્રથમ જ સિઝનમાં નેતૃત્વ કરવાનો પડકાર હોય, આ કેપ્ટનોએ પોતાની વ્યૂહરચના અને નેતૃત્વથી અલગ ઓળખ બનાવી હતી.

2 / 7
ભારતના દિગ્ગજ લેગ-સ્પિનર અનિલ કુંબલે આ યાદીમાં ટોપ પર છે. IPL 2009માં RCBની શરૂઆત નબળી રહી હતી, ત્યારબાદ કેવિન પીટરસનની જગ્યાએ કુંબલેને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેમણે માત્ર 9 મેચમાં જ ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી અને આજે પણ સૌથી ઓછી મેચોમાં ટીમને IPL ફાઈનલમાં પહોંચાડવાનો રેકોર્ડ કુંબલેના નામે છે.

3 / 7
મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રોહિત શર્માએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. IPL 2013 દરમિયાન રિકી પોન્ટિંગે કેપ્ટનશીપ છોડી દેતા રોહિતને જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે માત્ર 12 મેચમાં ટીમને ફાઈનલમાં પહોંચાડી અને ત્યારબાદ મુંબઈને તેનું પ્રથમ IPL ટાઈટલ પણ અપાવ્યું હતું.

4 / 7
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટ્ટોરીએ IPL 2011માં RCBનું નેતૃત્વ કર્યું હતું. ક્રિસ ગેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનના આગમન બાદ ટીમ વધુ મજબૂત બની હતી. વેટ્ટોરીએ પોતાની પ્રથમ 12 કેપ્ટનશીપ મેચોમાં જ RCBને ફાઈનલમાં પહોંચાડીને શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી.

5 / 7
આ યાદીમાં સૌથી નવું નામ રજત પાટીદારનું છે. RCBના આ સ્ટાર બેટ્સમેને નેતૃત્વની તક મળતા જ પોતાની છાપ છોડી હતી. માત્ર 12 મેચના કેપ્ટનશીપ અનુભવ સાથે તેણે ટીમને ફાઈનલમાં પહોંચાડી અને ભવિષ્યના લીડર તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી. હવે IPL 2026 માં પણ પાટીદારે RCB ને ફાઈનલમાં પહોંચાડી છે.

6 / 7
IPLની પ્રથમ સિઝનમાં શેન વોર્ને રાજસ્થાન રોયલ્સ સાથે ચમત્કાર સર્જ્યો હતો. યુવા અને ઓછી અનુભવી ટીમને સાથે રાખીને તેણે માત્ર 14 મેચમાં ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. એટલું જ નહીં, રાજસ્થાનને IPLનું પ્રથમ ટાઈટલ પણ જીતાડ્યું હતું અને રાજસ્થાન રોયલ્સ IPL ઈતિહાસની સૌપ્રથમ ચેમ્પિયન ટીમ બની હતી.

7 / 7
ગુજરાત ટાઈટન્સના પ્રથમ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ પોતાની પ્રથમ જ સિઝનમાં ઈતિહાસ રચ્યો હતો. IPL 2022માં નવી ટીમનું નેતૃત્વ કરતા તેણે માત્ર 14 મેચમાં ગુજરાતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફાઈનલમાં જીત મેળવીને પ્રથમ પ્રયાસમાં જ ટીમને ચેમ્પિયન બનાવવાનો કમાલ કર્યો હતો. (PC:PTI/X/IPL)

Published On - 8:38 pm, Sat, 30 May 26

Follow Us