IPL 2027: રિષભ પંત માટે દિલ્હી કેપિટલ્સના કોચ સૌરવ ગાંગુલીનો ખાસ પ્લાન, હવે આ ભૂમિકામાં રમશે?

IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને લઈને મોટો પ્લાન જણાવ્યો છે. ગાંગુલીનું માનવું છે કે પંત ટીમના મિડલ ઓર્ડરમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. લાંબા સમય બાદ દિલ્હીમાં પરત ફરેલા પંતને ગાંગુલી પૂરતો સમય અને તક આપવા માંગે છે, જેથી તે આગામી સિઝનમાં ફરી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

| Updated on: Oct 07, 2026 | 8:49 PM
1 / 9
IPL 2027માં દિલ્હી કેપિટલ્સના હેડ કોચ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને લઈને ખાસ પ્લાન બનાવ્યો છે.

2 / 9
રિષભ પંતને લઈને ગાંગુલીનો પ્લાન સ્પષ્ટ છે. નવા હેડ કોચનું માનવું છે કે વિકેટકીપર-બેટ્સમેન મિડલ ઓર્ડરમાં દિલ્હીની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

3 / 9
પંતને લઈને ગાંગુલીને પૂરો વિશ્વાસ છે. ગાંગુલીએ કહ્યું કે ટીમને મિડલ ઓર્ડરના બેટ્સમેનની જરૂર છે અને પંત આ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.

4 / 9
દિલ્હીમાં પરત ફરેલો પંત અગાઉ આ ટીમ માટે 111 મેચમાં 3,284 રન બનાવી ચૂક્યો છે. તેણે દિલ્હીની કેપ્ટનશીપ પણ કરી હતી.

5 / 9
પંતને લઈને ગાંગુલીનો પ્લાન ખૂબ સરળ છે. ગાંગુલી પંતને સમય અને વધુ મેચમાં તક આપવાનો છે. ગાંગુલીનું માનવું છે કે સતત રમવાથી પંત વધુ સારો ખેલાડી બની શકે છે.

6 / 9
દિલ્હી કેપિટલ્સમાં પંતનું પુનરાગમન લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટ્રેડ ડીલથી થયું છે. દિલ્હીએ પંત માટે કુલદીપ યાદવને લખનૌમાં ટ્રેડ કર્યો હતો.

7 / 9
પંતને લઈને ગાંગુલીનો વિશ્વાસ તેના દિલ્હી સાથેના જૂના સંબંધોને કારણે પણ જોવા મળે છે. ગાંગુલીનું માનવું છે કે પંતને અરુણ જેટલી સ્ટેડિયમમાં બેટિંગ કરવાનું પણ પસંદ છે.

8 / 9
દિલ્હીમાં ગાંગુલીની વાપસી પણ ખાસ છે. તે 2019માં મેન્ટર તરીકે ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો અને બાદમાં ક્રિકેટ ડિરેક્ટર સહિતની જવાબદારી સંભાળી હતી.

9 / 9
પંતને લઈને ગાંગુલીનો પ્લાન હવે IPL 2027માં કેટલો સફળ રહે છે, તેના પર સૌની નજર રહેશે. દિલ્હી કેપિટલ્સને પ્રથમ IPL ટ્રોફી અપાવવાનું પણ ગાંગુલી સામે મોટું લક્ષ્ય રહેશે. (PC:PTI/X)

Published On - 8:44 pm, Wed, 7 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.