
IPL 2026 ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, તેની જાહેરાત BCCI દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદમાં ચોથી વાર IPLની ફાઈનલ યોજાશે તે નક્કી થઈ ગયું છે. આ જાહેરાત બાદ એ સવાલ સામે આવ્યો કે IPL ની 19 સિઝનમાં સૌથી વધુ વખત IPL ફાઈનલનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે?

જવાબ છે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી વધુ વાર IPL ફાઈનલનું આયોજન થયું છે. આ સ્ટેડિયમ 2026 માં ચોથી IPL ફાઈનલનું આયોજન કરશે. અગાઉ 2022, 2023 અને 2025 માં અહીં ફાઈનલ યોજાઈ હતી.

સૌથી વધુ વખત IPL ફાઈનલનું આયોજન કરવા મામલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ બીજા ક્રમે છે ચેન્નાઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રણ વખત IPL ફાઈનલનું આયોજન થયું છે. 2011, 2012 અને 2024 માં ચેપોકમાં IPL ફાઈનલ યોજાઈ હતી.

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, કોલકાતાના ઈડન ગાર્ડન્સ, હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ અને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બે વાર IPL ફાઈનલ રમાઈ ચૂકી છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં સૌથી ઓછી વખત IPL ફાઈનલનું આયોજન થયું છે. બંને સ્થળોએ ફક્ત એક-એક IPL ની ફાઈનલ યોજાઈ છે. (PC: PTI/Getty)