Breaking News: IPLમાં છેલ્લા બોલ પર સૌથી વધુ મેચ જીતનાર ટીમ કઈ છે?

10 મે, રવિવારે RCB એ IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લા બોલ પર હરાવ્યું હતું. IPL ના ઈતિહાસમાં આ ચોથી વખત બન્યું જ્યારે RCB એ છેલ્લા બોલ પર મેચ જીતી હતી. પરંતુ શું તમે જાણો છો કે કઈ ટીમે છેલ્લા બોલ પર સૌથી વધુ મેચ જીતી છે? ચાલો જાણીએ.

| Updated on: May 11, 2026 | 8:37 PM
1 / 6
IPL 2026 માં RCB એ મુંબઈને રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર હરાવ્યું હતું. આ ચોથીવાર હતું જ્યારે RCB એ IPL માં  છેલ્લા બોલે મેચ જીતી હોય. ચાલો જાણીએ IPL ઈતિહાસમાં કઈ ટીમે છેલ્લા બોલે સૌથી વધુ મેચ જીતી છે.

2 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે સૌથી વધુ નવ IPL મેચ જીતી છે. ચેન્નાઈની છેલ્લા બોલે પહેલી જીત 2008 માં આવી હતી. ત્યારબાદ 2012 માં CSKએ છેલ્લા બોલે ત્રણ મેચમાં જીત મેળવી હતી. 2019, 2020, 2021, 2022 અને 2023માં પણ ચેન્નાઈએ  છેલ્લા બોલે મેચ જીતી હતી. રવિન્દ્ર જાડેજાએ CSKને છેલ્લા બોલે ત્રણ જીત અપાવી છે.

3 / 6
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલે સાત વખત મેચ જીતી છે. 2011 અને 2012 માં MI એ છેલ્લા બોલે બે-બે મેચ જીતી હતી. 2019, 2021 અને 2023માં છેલ્લા બોલે એક-એક મેચ જીતી હતી.

4 / 6
રાજસ્થાન રોયલ્સે છેલ્લા બોલે પાંચ વખત મેચ જીતી છે. RR એ 2008 અને 2015 માં બે-બે અને  2024 માં એક મેચ છેલ્લા બોલે જીતી હતી.

5 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સે છેલ્લા બોલે ચાર-ચાર વખત મેચ જીતી છે. ગુજરાતે 2022માં છેલ્લા બોલે બે વાર જીત મેળવી હતી. ત્યારબાદ GTએ 2024 અને 2025માં આ સિદ્ધિ મેળવી હતી.

6 / 6
પંજાબ કિંગ્સે પણ છેલ્લા બોલ પર ચાર વખત મેચ જીતી છે. KKR એ ત્રણ વખ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટે બે-બે વખત અને ડેક્કન ચાર્જર્સે એક વખત છેલ્લા બોલ પર મેચ જીતી છે. (PC:PTI)

Follow Us