Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન

15 વર્ષના વૈભવ સૂર્યવંશીની IPLમાં આ માત્ર બીજી સિઝન હતી અને આ સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સના આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું અને સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી ઓરેન્જ કેપ જીતી હતી. વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. આ સાથે વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

| Updated on: May 31, 2026 | 9:16 PM
1 / 6
IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન શાનદાર રહ્યું, અને તેણે સિઝનનો અંત એક મોટો એવોર્ડ જીતીને કર્યું. 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સ ઓપનર બેટ્સમેનને તેની બીજી ર IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ એવોર્ડ જીત્યો.

2 / 6
રાજસ્થાન ક્વોલિફાયર 2 માં હારી ગયું અને વૈભવ સૂર્યવંશીનું ફાઈનલમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ તે સિઝનનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો. તેણે IPL 2026 માં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા, અને નંબર વન બેટ્સમેન બન્યો. તે આ એવોર્ડ જીતનાર સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો.

3 / 6
આ ફાઇનલ પહેલા વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ રેસમાં સૌથી આગળ હતો. જોકે ફાઇનલમાં ઓરેન્જ કેપ જીતવાના બે દાવેદાર હતા: શુભમન ગિલ અને સાઇ સુદર્શન. ગુજરાત ટાઇટન્સના આ બે સ્ટાર બેટ્સમેન પાસે વૈભવને પાછળ છોડી દેવાની તક હતી. ગુજરાતના કેપ્ટન ગિલના 722 રન હતા, જ્યારે સાઇના 710 રન હતા.

4 / 6
આવી સ્થિતિમાં, બંને સૂર્યવંશીને પાછળ છોડી શક્યા હોત, પરંતુ એવું બન્યું નહીં, કારણ કે RCB ના બોલરોએ ફાઇનલમાં ચાર ઓવરમાં જ બંનેને પેવેલિયન પાછા મોકલી દીધા. ગિલ ફક્ત 10 રન બનાવી શક્યો, જ્યારે સુદર્શન 12 રન બનાવીને આઉટ થયો. આમ, ગિલની સિઝન 732 રન સાથે અને સુદર્શન 722 રન સાથે સમાપ્ત થઈ.

5 / 6
ગિલ અને સુદર્શનના આઉટ થયા પછી, એ વાત નિશ્ચિત થઈ ગઈ કે વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ઓરેન્જ કેપ વિજેતા બનશે. આ સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી તમામ બોલરોની ધુલાઈ કરનાર વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ એવોર્ડ સ્વીકારવા અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યો હતો.

6 / 6
માત્ર 15 વર્ષની ઉંમરે, તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. વધુમાં, સૂર્યવંશી શોન માર્શ અને ઋતુરાજ ગાયકવાડ સાથે ઓરેન્જ કેપ જીતનાર ફક્ત ત્રીજો અનકેપ્ડ બેટ્સમેન બન્યો છે. (PC:PTI/X)

Published On - 9:13 pm, Sun, 31 May 26

Follow Us