
IPL પ્લેઓફમાં સ્ટાર બેટ્સમેનો પણ સંઘર્ષ કરતા હોય છે ત્યારે વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરી પોતાની અલગ છાપ છોડી છે. આ ડાબા હાથના ખેલાડીએ IPL પ્લેઓફમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ એક જ IPL સિઝનના પ્લેઓફમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે આ સિઝનમાં ક્વોલિફાયર 2 અને એલિમિનેટરમાં રેકોર્ડ 19 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીએ હૈદરાબાદ સામે 12 અને ગુજરાત સામે સાત છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ 2014માં રિદ્ધિમાન સાહાનો 11 સિક્સર મારવાનો રેકોર્ડ તોડ્યો હતો. શુભમન ગિલે પણ 2013માં 11 સિક્સર ફટકારી હતી. 2022ના પ્લેઓફમાં પાટીદારે 10 સિક્સર ફટકારી હતી.

વૈભવ સૂર્યવંશીએ પ્લેઓફ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ તે તેની બંને પ્લેઓફ મેચમાં સદી ચૂકી ગયો હતો. હૈદરાબાદ સામે 97 રન બનાવનારા સૂર્યવંશીએ ગુજરાત સામે 96 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી. તે તેની છેલ્લી ચાર મેચમાં ત્રણ વખત સદી ચૂકી ગયો છે.

વૈભવ સૂર્યવંશીના નામે IPLમાં સૌથી ઝડપી 1,000 રનનો રેકોર્ડ પણ છે. તેણે આ સિદ્ધિ માત્ર 440 બોલમાં હાંસલ કરી. વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લેમાં 500 થી વધુ રન બનાવ્યા છે, જે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. (PC-PTI)
Published On - 3:19 pm, Sat, 30 May 26