Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થવાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની વાપસી અંગે આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થવાની અફવાઓના કારને હાર્દિક પંડ્યા સતત સમાચારમાં છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી બે મેચમાંથી બહાર રહ્યો છે. IPL 2026 માં મુંબઈનો આગામી મુકાબલો 14 મે ના રોજ પંજાબ કિંગ્સ સામે થશે. એ પહેલા હાર્દિક પંડ્યાના કમબેક અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: May 13, 2026 | 8:53 PM
1 / 6
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જબહાર થઈ ગઈ છે. ટીમનો કેપ્ટન પણ ઈજાના કકારણે છેલ્લી બે મેચમાં રમ્યો નથી. મુંબઈનો આગામી મુકાબલો 14 મેના રોજ પંજાબ કિંગ્સ સામે ધર્મશાલામાં રમાવાનો છે, પરંતુ હાર્દિકના રમવા અંગે હજી પણ સસ્પેન્સ યથવાત છે.

2 / 6
હાર્દિક પંડ્યા કમરના દુખાવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી બે મેચમાં રમી શક્યો નહોતો. જોકે તેની ગેરહાજરીની ટીમના પ્રદર્શન પર કોઈ ખાસ અસર નથી થઈ. IPL 2026 સિઝન મુંબઈ માટે ખૂબ જ નિરાશાજનક રહી છે અને ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

3 / 6
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મંગળવારે ધર્મશાલામાં પહોંચી હતી, પરંતુ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ટીમ સાથે જોવા મળ્યા નહોતાં. સૂર્યકુમાર યાદવ તાજેતરમાં પિતા બન્યો હોવાથી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. બીજી તરફ, હાર્દિકની ગેરહાજરીએ ચાહકોની ચિંતા વધારી છે.

4 / 6
અહેવાલો મુજબ, હાર્દિક પંડ્યાએ મુંબઈમાં રહીને ફરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં લગભગ ત્રણ કલાક સુધી નેટમાં બેટિંગ અને ફિટનેસ પર મહેનત કરી હતી. આ પ્રેક્ટિસને લઈને માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક ધીમે ધીમે સંપૂર્ણ ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છે.

5 / 6
જોકે, કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ સામેની આગામી મેચ પણ નહીં રમે. ટીમ મેનેજમેન્ટ તેની ફિટનેસ અંગે કોઈ જોખમ લેવા માંગતું નથી. આવી સ્થિતિમાં તેની વાપસી માટે ચાહકોને થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે.

6 / 6
મુંબઈ ઈન્ડિયન્સ પાસે હવે લીગ સ્ટેજમાં ત્રણ મેચ બાકી છે. ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામે જીત સાથે સિઝન પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હવે નજર હાર્દિક પંડ્યાની વાપસી પર રહેશે, કારણ કે ચાહકો ફરી એકવાર તેને મેદાન પર જોવા આતુર છે. (PC:PTI/X)

Published On - 5:11 pm, Wed, 13 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.