
ક્રિકેટમાં પાવરપ્લેની પ્રથમ છ ઓવર આક્રમક બેટિંગ અને હાઈ રન-સ્કોરિંગ માટે જાણીતી છે. પણ કેટલીક ટીમો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે અને સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આવી ટીમો અને સૌથી ઓછા સ્કોર પર એક નજર.

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પાવરપ્લેમાં સૌથી ખરાબ પ્રદર્શન કરવામાં પણ આગળ રહી છે. 2019 માં RCB સામે અને 2015 માં દિલ્હી ડેરડેવિલ્સ સામે CSK પાવરપ્લેમાં ફક્ત 16 રન જ બનાવી શકી હતી. જે IPL ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી ખરાબ પ્રદર્શનમાં પાંચમા ક્રમે છે.

IPL ઈતિહાસમાં પાવરપ્લેમાં ટોપ 5 સૌથી ખરાબ પ્રદર્શનમાં ચોથા ક્રમે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ જ છે. CSK એ IPL 2011 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાવરપ્લેમાં માત્ર 15 રન જ બનાવ્યા હતા અને 2 વિકેટ પણ ગુમાવી હતી.

IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સના બોલરો સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો. ટીમનો પાવરપ્લે સ્કોર ફક્ત 14 રન હતો અને SRH એ 3 વિકેટ પણ ગુમાવી દીધી હતી, જે IPL ઈતિહાસમાં પાવરપ્લેનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.

IPL 2009માં RCB સામે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ ખરાબ રહી. પાવરપ્લેમાં RR એ માત્ર 14 રન બનાવ્યા અને 2 વિકેટ ગુમાવી દીધી. આ IPLમાં પાવરપ્લેમાં બીજો સૌથી નાનો સ્કોર છે.

27 એપ્રિલ, 2026 ના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું અને IPLમાં પાવરપ્લેમાં સૌથી નાનો સ્કોર બનાવ્યો. RCBના બોલરો સામે તેમનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. ટીમ પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને 6 વિકેટ ગુમાવી દીધી. આ પાવરપ્લેમાં કોઈ પણ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. (PC:PTI/X)