Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLમાં સૌથી વધુ એલિમિનેટર હારનો બનાવ્યો શરમજનક રેકોર્ડ, RCB બીજા ક્રમે

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફ સ્ટેજમાં એલિમિનેટર મેચ હંમેશા ટીમો માટે સૌથી મોટો પડકાર સાબિત થાય છે. અહીં એક જ હાર આખી સિઝનનો અંત લાવી દે છે. છતાં IPLના ઇતિહાસમાં RCB અને SRH વારંવાર આ સ્ટેજ સુધી પહોંચી હોવા છતાં ઘણી વખત હારનો સામનો કરી ચૂકી છે. IPL 2026માં રાજસ્થાન સામે હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી વધુ એલિમિનેટર મેચ હારનારી ટીમ બની ગઈ છે.

| Updated on: May 28, 2026 | 8:48 PM
1 / 5
પેટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2026ના એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હાર સાથે SRHનો નોકઆઉટ સફર સમાપ્ત થયો. આ હાર માત્ર ટૂર્નામેન્ટનો અંત નહોતી, પરંતુ ટીમ માટે વધુ એક નકારાત્મક ઇતિહાસ પણ લઈને આવી.

2 / 5
IPLમાં એલિમિનેટર ફોર્મેટ 2011માં પ્લેઓફ સિસ્ટમનો ભાગ બન્યું હતું. પ્રથમ એલિમિનેટર મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. ત્યારથી આ ફોર્મેટ IPLનો ભાગ છે. સમય સાથે મુંબઈ ઇન્ડિયન્સ, RCB અને KKR જેવી ટીમોએ અનેક વખત આ સ્ટેજ સુધી પહોંચીને મિશ્ર પ્રદર્શન કર્યું છે.

3 / 5
આંકડાઓ મુજબ IPLના ઇતિહાસમાં રમાયેલી એલિમિનેટર મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી આગળ છે. SRHએ કુલ છ વખત એલિમિનેટર મેચ રમી છે, જેમાંથી ચાર વખત હારનો સામનો કરવો પડ્યો છે.

4 / 5
બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ એલિમિનેટર મેચોમાં ત્રણ હાર સાથે SRHથી પાછળ બીજા ક્રમે છે. મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમોએ બે-બે વખત એલિમિનેટર હારનો સામનો કર્યો છે.

5 / 5
SRHનો એલિમિનેટરમાં હારનો સિલસિલો 2013થી શરૂ થયો હતો, જ્યારે તેઓ પ્રથમ વખત રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટર હાર્યા હતા. 2016થી 2020 વચ્ચે બે જીત અને બે હાર સાથે મિશ્ર પ્રદર્શન રહ્યું હતું. જોકે 2026ની હાર બાદ તેમનો રેકોર્ડ વધુ ખરાબ બન્યો છે. હવે SRH કુલ ચાર હાર સાથે IPL ઇતિહાસમાં સૌથી વધુ એલિમિનેટર હારનારી ટીમ બની ગઈ છે. (PC:PTI/X)

Follow Us