Breaking News: હૈદરાબાદમાં થશે રનનો વરસાદ ! વૈભવ-અભિષેક મચાવશે ધમાલ, જાણો SRH-RRનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

IPL 2026માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો રમાવાનો છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન માટે તૈયાર છે. હૈદરાબાદની પિચ બેટ્સમેન માટે અનુકૂળ હોવાને કારણે આ મેચ હાઈ-સ્કોરિંગ રહેવાની પૂરી શક્યતા છે. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની બેટિંગ જોવા ફેન્સમાં ભારે ઉત્સુકતા છે.

| Updated on: Apr 13, 2026 | 4:25 PM
1 / 6
રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં દેખાઈ રહી છે. ટીમ પહેલી ચારેય મેચ જીતી પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પોતાના છેલ્લા મુકાબલામાં RR એ RCB ને છ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હૈદરાબાદ સામે બધાની નજર વૈભવ પર રહેશે.

2 / 6
બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે 219 રન બનાવ્યા હોવા છતાં બોલિંગમાં નબળાઈને કારણે મેચ ગુમાવી દીધી હતી. આ વખતે ટીમ જીતના માર્ગે પાછી ફરવા આતુર રહેશે.

3 / 6
હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ સામાન્ય રીતે બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં બોલ સારી રીતે બેટ પર આવે છે, જેના કારણે મોટા સ્કોર બનવાની શક્યતા વધુ છે. ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ અહીં રનનો ઢગલો જોવા મળી શકે છે.

4 / 6
પાછલા રેકોર્ડ પર નજર કરીએ તો SRH અને RR વચ્ચે કુલ 21 મેચ રમાઈ છે. જેમાં હૈદરાબાદે 12 અને રાજસ્થાને 9 મેચ જીતી છે. આ આંકડા દર્શાવે છે કે હૈદરાબાદનું પલડું થોડું ભારે રહ્યું છે, પરંતુ હાલનું ફોર્મ જોતા રાજસ્થાન મજબૂત સ્થિતિમાં છે.

5 / 6
આ બંને ટીમો વચ્ચેના મુકાબલાઓમાં મોટા સ્કોર સામાન્ય બાબત રહી છે. 2025માં હૈદરાબાદે 286 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે રાજસ્થાને પણ 242 રન બનાવી જોરદાર ટક્કર આપી હતી. આથી ફરી એકવાર રનનો વરસાદ થવાની અપેક્ષા રાખી શકાય છે.

6 / 6
રાજસ્થાન માટે બેટિંગ સાથે બોલિંગ પણ મજબૂત રહી છે. સ્પિનર રવિ બિશ્નોઈ પર્પલ કેપની રેસમાં આગળ છે, જ્યારે જોફ્રા આર્ચર પણ વિકેટ લેવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. આવી સ્થિતિમાં આજની મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. (PC:PTI/X)

Follow Us