
અભિષેક શર્માએ IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ સામે આક્રમક બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી હતી. અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી.

અભિષેક શર્માએ નીતિશ રાણાના બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી. અભિષેકે નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી પોતાની બીજી IPL સદી પૂરી કરી.

આ સદી સાથે અભિષેક શર્માએ વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી. આ અભિષેક શર્માની નવમી T20 સદી છે.

વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કુલ નવ સદી પણ ફટકારી છે અને હવે અભિષેક શર્માએ નવમી સદી ફટકારી T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના ભારતીય રેકોર્ડની બરાબરી કરી છે.

હૈદરાબાદ માટે આ અભિષેક શર્માની બીજી સદી છે, અને બંને સદી તેણે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં જ ફટકારી છે. આ પહેલા ગયા વર્ષે અભિષેકે પંજાબ સામે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. (PC:PTI/X)